________________
૧૪૦
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
થયેલી છે, જે અત્યારે પણ વિદ્યમાન છે. તેઓશ્રી ખંભાતમાં
અકબરપુરના જૈન ઉપાશ્રયમાં વિ. સં. ૧૬ ૬૨ ના જેઠ વદિ ૧૧ ના -દિવસે કાળધર્મ પામ્યા, જેને નિર્માણ મહોત્સવ ખંભાતના જૈન સંઘે ભવ્ય રીતે ઉજવે અને શ્રી વિજયસેનસૂરિના નિર્વાણસ્થાને ખંભાતના વતની શ્રી સોમજી શાહે અકબરપુરમાં એક સ્તૂપ કરાવ્યું. એ સમયે દિલ્હીની ગાદી ઉપર જહાંગીર બાદશાહ હતા. તેમની પાસે ખંભાતના ચંદુ સંઘવીએ દશ વીઘાં જમીન માગી. બાદશાહે તે “મદદે આસ” નામની જાગીર આપી. હાલ આ સૂપ અકબરપુરમાં મળતું નથી, પરંતુ ખંભાતનાં ભોંયરા પાડામાં શાંતિનાથ-નેમિનાથ ભગવાનનું મંદિર છે, તેના મૂળ ગર્ભગૃહના ડાબા હાથ તરફ પાદુકાવાળો પથ્થર છે, જેના લેખ ઉપરથી જણાય છે કે આ પાદુકાઓ તે જ હશે. વિ. સં. ૧૯૭૭ ને મહા સુદિ ૧૩ ને રવિવારના દિવસે સમજીએ પિતાની બહેન ધર્માઈ તથા સ્ત્રીઓ ઋહજલદે અને વયજલદે તથા પુત્રો સૂરજ અને રામજી વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિજીના શિષ્ય વિજયદેવસૂરિ પાસે વિજયસેનસૂરિની આ પાદુકાની સ્થાપના કરાવી.
વિજયતિલકસૂરિજી મહારાજે ખંભાતમાં વિજયસેનસૂરિજીના વરદ હસ્તે પૂર્વાશ્રમની પત્ની અને પુત્રો સાથે દીક્ષા લીધેલી. ઉપરાંત વિજયતિલકસૂરિજીને ખંભાતમાં વિ. સં. ૧૬૭૩માં ગચ્છનાયક પદ પ્રાપ્ત થયેલ છે. શ્રી વિજયાણંદસૂરિજીના વરદ હસ્તે ખંભાતમાં સં. ૧૬ ૮૩ ના ફાગણ વદ ૪ ને દિવસે ગાંધી કુંવરજીએ મુનિસુવ્રત બિબની પ્રતિષ્ઠા કરાવી હતી, જે હાલ આળી પાડાના શાંતિનાથ જિનાલયમાં જ બિરાજમાન છે. તેઓશ્રી ખંભાતમાં જ કાળધર્મ પામેલા. કવિ શ્રી ઋષભરાજ તેમને ગુરુ ગણતા હતા. શ્રી હેમવિમલ મુનિએ સં. ૧૫૫૦ માં સ્તંભતીર્થના સિંધ સાથે શત્રુંજયની યાત્રા કરેલી અને તેમના હાથે સં. ૧૫૫૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org