________________
ઈતિહાસની આરસીમાં ન તીર્થધામ ખંભાત ૧૩૯ પ્રતિષ્ઠા કરાવી. શ્રી અમર સાગરસૂરિજી વિ. સં. ૧૭૧૫માં ખંભાતમાં આચાર્યપદ પામ્યા. શ્રી રતનસિંહસૂરિજીના હાથે વિ. સં. ૧૪૯૧ માં ખંભાતની સાત વર્ષની બાળા મેલાઈએ (ધર્મલક્ષમીએ) દીક્ષા લીધી અને સં. ૧૫૦૧ માં મહત્તરાપદ પામ્યા. જૈન ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતનું આલેખન કરવા માટે અકબરના દરબારમાં બહુમાન પામેલા શ્રી હીરવિજયસૂરિજી મહારાજે (વિ. સં. ૧૫૮૩) ખંભાતમાં સાત વાર ચાતુર્માસ કરેલા. તેમના વરદ હસ્તે ઘણા જિજ્ઞાસુઓએ ખંભાતમાં દીક્ષા લીધેલી. ખંભાતના જૈન ઇતિહાસમાં એમને પ્રભાવ એટલે બધે જોવા મળે છે કે ખંભાતના કવિ નષભદેવે વિ. સં. ૧૬૮૫ માં “હીરવિજયસૂરિ રાસ” એ. હતે. તે ઉપરાંત હીરવિજયસૂરિજીની પ્રશસ્તિરૂપે હીરસૌભાગ્યકાવ્ય” વગેરે સંસ્કૃત ગ્રંથ રચાયા છે. તેની તેજપાલ, ઉદયકરણ, - ઠક્કર કીકા, પારેખ શજીયા તથા વજીયા વગેરે એમના પરમ ભક્ત હતા. તેઓ સૂરીશ્વરસમ્રાટ કહેવાતા હતા અને તેમના વરદ હસ્તે. ખંભાતમાં વિ. સં. ૧૬૧૭ માં ક, સં. ૧૬૬૨ માં ૩, સં. ૧૬ર૬માં , સં. ૧૬ર૭ માં ૨, સં. ૧૬૩૦ માં ૧, સ. ૧૬૩૧ માં ૧, સં'. ૧૬૩૨ માં ૩, સં. ૧૬૩૭ માં ૨, સં. ૧૬૩૮ માં ૨, સં. ૧૬૪૪માં ૧, સં. ૧૬પ૩ માં ૩ એમ લગભગ ૨૫ પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમના સ્વર્ગવાસ પછી બીજે વર્ષે ખંભાતના નિવાસી ઉદયકરણે એમની પાદુકાની શત્રુંજય ઉપર સ્થાપના કરાવેલી. ઉપરાંત તેમની પાષાણપ્રતિમા સં. ૧૬પ૩ માં ખંભાતમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી; એ જ રીતે શ્રી વિજયસૂરિના હાથે ખંભાતમાં વિ. સં. ૧૬૩૨ માં ૧, ૧૬૪૩ માં ૨, ૧૬૪૪ માં ૮, ૧૬૫૪ માં ૨, ૧૬૫૬ માં ૨, ૧૬૫૮માં ૧, ૧૬૫૯માં ૧, ૧૯૬૧માં ૩, ૧૬૬રમાં ૨, ૧૬૬૮માં ૧, એમ એમના વરદ હસ્તે લગભગ ૨૨ પ્રતિષ્ઠા થયેલી છે. બજારના ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા તેમના વરદ હસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org