________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૨૯ સ્તંભતીર્થ' રાણું વરધવલને પ્રાપ્ત કરાવ્યાનું, વસ્તુપાલે સ્તંભતીર્થમાં પણ સરસ્વતી ભાંડાગાર કરાવ્યાનું, વેપાર માટે તેજપાલને સ્તંભતીર્થમાં મોકલ્યાનું, કુમારપાલ ગુપ્તવેશમાં સ્તંભતીર્થમાં ઉદયન મંત્રી પાસે ગયાનું નોંધાયું છે. ૧૪
પ્રબંધકેશ'માં પણ આમ નામનો રાજા “સ્તંભતીર્થમાં ગયાનું અને ત્યાં નેમિનાથના બિંબને નમન કર્યાનું, સ્તંભતીર્થમાં વસ્તુપાલને “સ્તંભતીર્થ' અને ધવલકક્કનું આધિપત્ય આપ્યાનું, સુલતાન મજદીનની વૃદ્ધ માતા હજ માટે સ્તભપુર ગયાનું, વસ્તુપાલ એક વખતે ધવલકwથી ગયાનું અને “ધવલકક્ક ', “સ્તંભતીર્થ : અને “પતન” વગેરેમાં સરસ્વતી ભાંડાગાર કર્યાનું નોંધાયેલું છે.૧૫ ગુજરાતમાં સુવર્ણકાળ ગણુતા સોલંકીકાળમાં અને એની અંતર્ગત પણ સ્થાપત્ય અને શિલ્પક્ષેત્રે અદિતીય પ્રગતિ સમા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૨) અને કુમારપાલ(ઈ. સ. ૧૧૪૨ થી ૧૧૭૨)ના સમયમાં ગુજરાત અને ખાસ કરીને પાટણ અને ખંભાત સમૃદ્ધિના શિખરે હતાં. અને એ સમયમાં ખંભાતમાં મહામાત્ય તરીકે રહેલ ઉદયનમંત્રી જૈનધર્મી હેવાને પરિણામે તથા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની આ દીક્ષાભૂમિ હોવાને લઈને આ ભૂમિમાં જૈન ધર્મને મોટું પ્રોત્સાહન મળ્યું. પરિણામે ખંભાતમાં મોટાં જૈન પ્રાસાદ, પ્રતિમાઓ,જિનાલય, ચિત્ય, ઉપાશ્રયે, જ્ઞાનભંડાર વગેરે નિર્માણ પામ્યાં. ઉપરાંત વાઘેલા કાળમાં ખંભાતમાં નિયુક્ત અમાત્ય વસ્તુપાલ અને તેજપાલ પણ જૈનધર્માવલંબી તથા અધિવત્ ઔદાર્યવાળા હેવાથી ખંભાતમાં જૈન પ્રતિમાઓનું. નિર્માણ ચરમ સીમાએ પહોંચ્યું. ૧૬ એટલે સુધી કે ગુજરાત બહાર. આબુના લુણવસહીના મંદિરના મૂજીનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવેલી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ ખંભાતમાં ખાસ તૈયાર કરવામાં આવેલી ૧૭ તથા પત્ની સહિત પોતાના ભાઈઓ વગેરેની
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org