________________
૧૧૩
ધ્યેય, ધ્યાન, ચાતા કરશો તો મન અને આત્મા વહાલ કરશે. વાત કરે તે વહાલે. આપણું મન – મનોભાવ ચારે ગતિમાં ફેરવે છે તેમ મોક્ષ પણ મનથી, મનોભાવથી મળે છે. મન, મનમાંથી નીકળી પાછું મનમાં સમાય છે.
સંસારી જીવ ક્રમિકતાએ વિશ્વમાં ફરે છે અને સર્વજ્ઞ ભગવંત જગતને અક્રમિક ભાવે પિતામાં સમાવે છે (પ્રતિબિંબથી).
દષ્ટિ પ્રમાણે દશ્ય જગત નિર્માય છે. દશ્ય જગતની છાયા પ્રથમ દષ્ટિમાં એટલે કે મનમાં પડે છે અને પછી એ પ્રમાણે બાહ્ય પદાર્થોને આકાર મળે છે, તથા પ્રકારની ક્રિયા દ્વારા. “જ્યાં મન
ત્યાં જ્ઞાન.” ધ્યાનથી મન સ્થિર અને શાંત થાય છે. અને કોઈ બાહ્ય દશ્યમાં ભળતું નથી – તણાતું નથી. તેથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યેયપદાર્થને છોડીને મન બીજે જાય તો ધ્યાન થયું ન કહેવાય.
યેય (પરમાત્મા) એ અક્રિય તત્વ છે. માટે કામગ-વચનગ–મનોયોગને અક્રિય એટલે કે સ્થિર કરવા કહેલ છે. મનધ્યાન-જ્ઞાન ત્રણેને એક કરવાં તે શ્રેષ્ઠ સાધન છે. ક્રિયાનું ફળ ક્રિયા – ચોર્યાસી લાખ એનિ છે. જ્યારે અક્રિયા – ધ્યાનનું ફળ અક્રિય સ્વરૂપ – પરમાત્મસ્વરૂપ છે.
શ્રુતકેવલી ભગવંતે પણ શ્રુતજ્ઞાન સઘળું ય પામ્યા છતાં પણ આત્માને પામવા માટે નિર્વિકલ્પ ધ્યાન-સાધના વારંવાર કરે છે. જે આત્માને નથી પામતો તે સંસારનો અંત નથી આણી શકતે. માટે જ્ઞાન કરતાં ધ્યાન ચઢે છે. ધ્યાન વડે જ્ઞાન પૂર્ણ બને છે. તેમ પરના વિકલ્પો પણ ધ્યાન દ્વારા નીકળી જાય છે.
પરયને જાણવું તે જ્ઞાન છે. સ્વયને જાણવું તે ધ્યાન છે. ધ્યાન સ્વયનું કરાય. સ્વય એ આત્માનું પરમ આત્મતત્ત્વ એટલે કે પરમાત્મતત્તવ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org