________________
- ૧૪
જૈન સાહિત્ય સમારોહ - ૩૭
નિકામાં જીવ અયિ છે અને નિદ્રાનું સુખ છે. સ્વાતમાં જીવ દ્રષ્ટા છે અને અક્રિય છે. જાગૃતમાં જીવ સૃષ્ટા છે અને સક્રિય છે. જે જીવ જાગૃતમાં ભ્રષ્ટા મટી જઈ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા બની રહે તે સ્વરૂપાનંદ, ચેતન્યાનંદ પ્રાપ્ત કરી શકે.
ચારિત્ર અને તપ એ ત્યાગપ્રધાન ધર્મ છે, જ્યારે ધ્યાન એ જ્ઞાનપ્રધાન ધર્મ છે અને ભક્તિ એ લાગણીપ્રધાન ધર્મ છે.
આ બધાંથી સંવર અને નિર્જરા થવા જોઈએ એ ખાસ મહત્ત્વનું છે. આ સ્વપ્ન છેડીને જયારે જાગીએ છીએ ત્યારે સ્વપ્નાવસ્થા પ્રત્યે આપણને રાગદ્વેષ રહેતાં નથી, કારણ કે તેની અસતા જાગ્રત થતાં જ લક્ષ્યમાં આવે છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં ધટતી ઘટનાઓને સ્વનવત્ અસત્ સમજીને માત્ર તેના જે જ્ઞાતા-દ્રષ્ટા એટલે કે સાક્ષી બની રહીએ તો આપણે રાગદ્વેષરહિત થઈએ.
સ્વરૂપ-આનંદ લેવો એ જ મેક્ષ !
જ્ઞાનને સ્વરૂપ-આકારમાં મૂકવું એનું નામ ધ્યાન ! જેવું જ્ઞાનનું નિર્વિકલ્પ વીતરાગ સ્વરૂપ છે એવા સ્વરૂપમાં જ્ઞાનને રાખવું એનું નામ ધ્યાન !
ધર્મ કરવાનું ખરું ક્ષેત્ર ક્યાં છે ? આપણે પોતાને મતિજ્ઞાનને ઉપયોગ જે પ્રક્ષિણે ચાલુ છે તે જ ધર્મ કરવાનું ખરું ક્ષેત્ર છે. ત્યાં જ અધર્મ ચાલતો હોય છે અને ત્યાં જ ધર્મ કરવાનું હોય છે એ ધર્મ આચરવા માટેનું સ્વક્ષેત્ર છે ધર્માચરણને માટે અત્યંતરમાં આત્માને નિર્વિકલ્પ ઉપગ છે. જ્યારે, અસ્થમાં જિનકલ્પ એટલે કે મુનિધર્મ-સાધુધર્મ છે. બહારમાં વસ્તુરહિત થવાનું છે અને અત્યંતરમાં વિકલ્પરહિત થવાનું છે. એ જ બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org