________________
પ્રકારના ગ્રંથનું વેચાણ ઘટતું જાય છે તથા ગ્રંથ-પ્રકાશન માટે ખચેલી ૨કમ પણ પૂરી પાછી મળવાને સંભવ ઓછો થતો જાય છે તે જોતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ ગ્રંથના પ્રકાશન માટે જે તત્પરતા દર્શાવી છે અને અમને સંપાદનનું જે કાર્ય હૈયું છે તેથી આનંદની લાગણી અનુભવાય છે. ભવિષ્યમાં પ્રત્યેક સમારોહ માટે એક ગ્રંથ પ્રકટ થઈ શકે એટલી અભ્યાસલેખોની સામગ્રી હવે આવવી ચાલુ થઈ ગઈ છે એ પણ આનંદદાયક ઘટના છે. તદન અનૌપચારિક રીતે ચાલતી આ પ્રવૃત્તિને સારો આવકાર અને વેગ સાંપડયાં છે એ એની ઓછી ફલશ્રુતિ નથી.
જૈન તત્વજ્ઞાન, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, ઇતિહાસ, પત્રકારત્વ ઇત્યાદિનું પરિશીલન કરવા માટે શાસ્ત્ર વિશારદ, સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સ્વ. વિજયધર્મસૂરિ(કાશીવાળા)એ ઈ. સ. ૧૯૧૪ના માર્ચ માસમાં જોધપુરમાં પ્રથમ વાર જૈન સાહિત્ય સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલન ખૂબ સફળ રહ્યું હતું. જર્મનથી ડે. હમન જે કેબી તેમાં પધાર્યા હતા. એ સંમેલનના લેખે વગેરેની સામગ્રીને દળદાર ગ્રંથ પ્રગટ થયું હતું.
ત્યાર પછી દશ વર્ષ ઈ. સ. ૧૯૨૪ માં (વિ. સં. ૧૯૮૦ વિશાખ વદી ૧ થી ૪) સુરત મુકામે કવીશ્વર નાનાલાલ દલપતરામને પ્રમુખપદે જૈન સાહિત્ય પરિષદ યોજવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે જામનગરના તે સમયના સુપ્રસિદ્ધ પંડિત શ્રી હીરાલાલ હંસરાજ હતા, અને પરિષદના મંત્રી તરીકેની જવાબદારી
આનંદ કાવ્યમહેદધિ'ના સંપાદક અને સુરતના વતની શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરીએ સ્વીકારી હતી. આ પરિષદનો વિગતવાર અહેવાલ સાંપડતો નથી. ત્યાર પછી સ્વ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં પેથાપુરમાં એક જૈન વિદ પરિષદ મળી હતી. અલબત્ત ત્યારપછી વખતોવખત કયાંક કયાંક નાનકડી વિડગોgિ mઈ હતી, પરંતુ તે ચેડા વિદ્વાને પૂરતી "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org