________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
૧૦૧ નિત્યતા એ બે આત્મા સંબંધે મહત્ત્વના છે, જેની પ્રાપ્તિની સાધકે સાધના કરવાની છે.
પ્રથમ આસન વડે શરીર અને ઇન્દ્રિયોને સ્થિર કરવી જોઈએ. ત્યારબાદ બીજા તબક્કામાં કુંભકથી પ્રાણને સ્થિર કરો જોઈએ. રેચક અને પૂરકની ક્રિયાથી પ્રથમ પ્રાણને તાલબદ્ધ બનાવો અને પછી કુંભકથી સ્થિર કરવો જોઈએ.
આટલું કર્યા પછી ત્રીજા તબક્કામાં મનની સ્થિરતા મેળવવા મેનને નિરિહિ અર્થાત ઈરછારહિત બનાવવું જોઈએ, એટલે કે વિકલ્પરહિત થવું જોઈએ.
આમ થતાં અંતે ચોથા તબક્કામાં મન તે અમન થઈ જતાં બુદ્ધિને કંઈ કામ કરવાનું નહિ રહે જેથી તે શાંત થઈ જશે. - આમ શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન ને બુદ્ધિ એ પાંચે તત્વને સ્થિર કરવાની સાધના કરવાની છે. જેથી આપણું ઉપગની નિત્યતાને આપણે પ્રાપ્ત કરી શકીએ.
મન-વચન-કાયાના વેગને સ્થિર કરવા તેનું નામ ધ્યાન છે.
મિથ્યાત્વ-અવિરતિ-કષાયના ભાવ વર્તતા હોય ત્યારે ત્રણ ચોગને અસ્થિરત્વ પ્રાપ્ત થાય છે. ગસ્થય જે આપણે ધ્યાન વડે પ્રાપ્ત કરીએ તે મિથ્યાત્વ-અવિરતિ અને કષાયને નાશ થશે. - સ્વભાવમાં રહીને વિભાવને ટાળી શકાય એનું નામ ધર્મ છે. વિભાવમાં રહીને સ્વભાવમાં આવી શકાય નહિ અને વિભાવને ટાળી શકાય નહિ જેનું નામ અધમ છે. ,
અશાંત મનમાં આત્મદર્શન થાય કેવી રીતે ? અસ્થિર જલમાં પ્રતિબિંબ કેવી રીતે પડે?
સાધુપણું એટલા માટે જ ઊંચું કહે છે કે એઓનું મન શાંત હોય છે અને બાહ્યજીવન નિરપાધિક હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org