________________
જૈન સાહિત્ય સમારોહ – ગુરછ ૨ હોય છે અને સમ્યમ્ દષ્ટિની તે વિચારણા અર્થનિક (objective) હોય છે.
આ વિશ્વમાં જેટલા વિસંવાદી મતો છે તે સર્વ એકાંત આગ્રહનું જ પરિણામ છે. અનેક દૃષ્ટિની વિષયભૂત અનેકધર્માત્મક વસ્તુને કોઈ એક જ દષ્ટિમાં બાંધી નાખનાર બુદ્ધિ જ સર્વ દુરાગ્રહના મૂળમાં છે.
અનેકાંત વિચારતત્ત્વ છે. સ્યાદવાદ વાણીતવ છે. સ્યાદ્વાદના નામે કેટલીક ગેરસમજ ફેલાઈ છે તે દૂર કરવી જરૂરી છે. કેટલાક પ્રાચીન કહે છે કે તે સંશયવાદ છે અને કેટલાક આધુનિકે તેને સર્વધર્મ સમન્વયવાદ કહે છે. આ અભિપ્રાય અનેકાંત દર્શન અનભ્યાસનું ફળ છે. સ્યાદ્વાદ સંશયવાદ તે છે જ નહિ પરંતુ તેથી વિરુદ્ધ તે સર્વ સંશને છેદન ૨ એક નિશ્ચિત વાદ છે, આ પૂર્વે આપણે જોઈ ગયા છીએ કે સામાન્યવાદી અને વિશેષવાદી પિોતપોતાને નિરપેક્ષપણે ગ્રહણ કરેલે મત સ્થાપતા. કેવા અસાધ્ય વિસંવાદમાં ટકરાય છે અને અનેકાંતવિદ્યાના જાણુકાર સ્યાવાદીએ “સ્યાદ્રરૂપી શસ્ત્રથી તે વિસંવાદને છેદી સંવાદની સ્થાપના કેવી રીતે કરી. આથી અનેકાંત સિદ્ધાન્તને સહકારી સ્યાદવાદ સુનિશ્ચિત વાદ છે. આધુનિક અનેકાંતને સર્વ ધર્મસમન્વયવાદ કહીને અને કાંતને ન્યાય આપતા નથી. વસ્તુમાં રહેલા અનંત ધર્મોને, એકને પણ અપલાપ કર્યા વિના, તે સ્વીકારે તેથી તેને સર્વ ધર્મોને સમન્વય કરનાર તરીકે ઓળખાવે તે અનેકાંતનું દૂષણ નહિ પરંતુ ભૂષણ છે. પરંતુ એકાંતવાદના પાયા પર રચાયેલા સર્વ ધર્મમાર્ગે મુક્તિ અપાવનારા છે તેમ કહેવું નિતાંત અસત્ય છે. એકાંત અને અનેકાંતને અંધકાર અને પ્રકાશની જેમ પરસ્પર અત્યંત વિરોધ છે. વિધિનિષેધે કે બાહ્ય આચારોની કેટલીક સમાનતાઓ જેઈને સર્વ ધર્મમાર્ગે એકરૂપ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org