________________
૮૯
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
(ii) સમકાળ અવસ્થિત તિર્યફ સામાન્યના વ્યતિરેક વિશેષને ગ્રાહક વ્યવહાર નય તિર્ય સામાન્યરૂપ સંગ્રહમાં પૃથકત્વભેદગામી અક્રમ અનેકાંત સિદ્ધ કરે છે.
(iii) દ્રવ્યને સહભાવી તદાત્મક અનેક ગુણની અપેક્ષાએ દ્રવ્યને અનેક રૂપે જોનાર સમભિરૂઢ નય દ્રવ્યમાં અન્યત્વભેદગામી અકમ અનેકાંત સિદ્ધ કરે છે. અનેકાંત ઉત્તમ નીતિ છે
પરસ્પરવિરોધી એવી અનેક ધર્માત્મક વસ્તુ હોવાથી તેનું યથાર્થ સર્વાગી જ્ઞાન પ્રાપ્ત કરવા પરસ્પરવિરોધી એવા અનેક નયના ક્રમિક આલંબનપૂર્વક વસ્તુને જોવી પડે છે. કોઈ એક કાળે એક નયના આલંબનપૂર્વક વરતુના એક ધર્મનું વિધાન થઈ શકે છે. વસ્તુરૂપ સંબંધી કઈ પણ વિધાન નિરપેક્ષપણે સત્ય નથી. નિરપેક્ષ સત્યતા સંભવતી નથી. વળી કોઈ એક નય સાચો અને બીજે ખોટો અથવા એક નય અન્યથી વધુ યથાર્થ કહી શકાય નહિ. હરકોઈ નય પોતપોતાના સ્થાને સમાન બળ ધરાવે છે. આથી જ્યારે બુદ્ધિ કોઈ એક દષ્ટિની પક્ષપાતી બની અન્ય દૃષ્ટિઓને અપલાપ કરે છે અને પોતાની દૃષ્ટિ જ સાચી છે અને અન્ય સર્વ દૃષ્ટિ સાચી નથી અથવા પિતાની દષ્ટિ જ વધુ યથાર્થ છે એ એકાંત આગ્રહ કરે છે, અથવા પિતાનું વિધાન નિરપેક્ષપણે સાચું માને છે અથવા પોતાની દૃષ્ટિથી જણાતા વસ્તુના અપૂર્ણ
સ્વરૂપને સંપૂર્ણ માને છે તેવી એકાંત આગ્રહમાં બંધાયેલી દૃષ્ટિ મિથ્યાદૃષ્ટિ છે.
જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ” આ મિથ્યાદષ્ટિની સૃષ્ટિ છે. “જેવી સૃષ્ટિ તેવી દષ્ટિ” સમ્યગૂ દષ્ટિની સૃષ્ટિ છે. મિથ્યાદષ્ટિની વસ્તસવરૂપ વિચારણા વૈયક્તિક યાને સ્વાર્થનિક (subjective)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org