________________
૮૮
જેન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ પરસ્પર તેમજ તે ગુણી દ્રવ્યમાં પ્રદેશભેદ નથી પરંતુ સર્વ ગણે અન્યોન્ય ભિન્ન તે છે, કારણ કે પુગલને વર્ણ ગુણ ચક્ષનો વિષય છે તો ગંધ નાસિકાને, રસ છવાને અને સ્પર્શ સ્પર્શેન્દ્રિયને વિષય છે. આ રીતે પુદ્ગલ દ્રવ્યના ભિન્ન ભિન્ન ગુણે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયને વિષય હોવાથી આ સર્વ ગુણેમાં દેશભેદ ન હોવા છતાં પણ અન્યત્વભેદ ઘટે છે. તેવી જ રીતે જીવના ગુણામાં પણ અન્યત્વભેદ છે, કારણ કે તેના સર્વ ગુણનું કાર્ય ભિન્ન ભિન્ન છે. જ્ઞાનનું કાર્ય જાણવાનું, દર્શનનું જવાનું, ચારિત્રગુણનું સ્વ યા પરમાં રમણ કરવાનું, તપગુણનું કાર્ય ઈરછામાં તપન યા સ્વમાં તૃતિરૂપ સંતૃપ્ત રહેવાનું છે. ભિન્ન ભિન્ન ગુણાની અપેક્ષાએ એકજ જીવ ભિન્ન ભિન્ન નામે ઓળખાય છે. જ્ઞાનગુણુની અપેક્ષાએ જીવ જ્ઞાતા છે, દર્શનગુણની અપેક્ષાએ તે દ્રષ્ટા છે, ચૈતન્યગુણની અપેક્ષાએ જીવ ચેતક છે, સંવેદનશીલતા ગુણની અપેક્ષાએ જીવ વેદક છે. આવી રીતે જીવ યા દ્રવ્ય તેના ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ ભિન્ન ભિન્ન નામધારી બને છે. પર્યાયાધિક નયને એક સૂક્ષ્મ ભેદ સમભિરૂઢ નય છે. આ નય એક જ પદાર્થના ભિન્ન ભિન્ન નામને સ્વીકારતો નથી. આ નય કહે છે કે નામભેદે અર્થભેદ માનવો જ જોઈએ. એક જ અર્થના અનેક નામ કેવી રીતે સંભવે ? આ નયની અપેક્ષાએ દ્રવ્યમાં યુગપભાવે તાદામ્યસંબંધથી રહેલા તેના અનેક ગુણોની અપેક્ષાએ દ્રવ્યમાં અન્યત્વભેદગામી અક્રમ અનેકાંત પણ સિદ્ધ થાય છે. આ રીતે જોતાં અનેકાંત પણ અનેકાંતમય છે, કારણ કે અને કાંતના પણ અનેક ભેદ છે, જેને સંક્ષેપમાં ફરી નેધી લઈએ, .
(i) કાળકમથી એક દ્રવચના થતા ભિન્ન ભિન્ન પર્યાય'વિશને ગ્રાહક પચચર્થિક નય ઉર્વતા સામાન્યરૂપ દ્રવ્યમાં
શ્વ વેગામી મ અકિત સિદ્ધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org