________________
જૈન સાહિત્ય સમારોહ
શ્રી અગરચંદજી નાહટાએ રજૂ થયેલા નિબંધેની મહત્તા સ્વીકારીને જૈન તત્વજ્ઞાન અને ખાસ કરીને મેગ, એ અભ્યાસ કે વિદ્રત્તા કરતાંય અનુભૂતિ અને અનુભવને વિષય છે, આલેચનાને નહિ એમ જણાવ્યું હતું. “સંસાર દાવાનલ'ની સ્તુતિથી માંડણ કરીને એમણે ‘વિપશ્યના સાધન અને પ્રેક્ષાધાન'ની શિબિરોમાંના સ્વાનુભોની ઝાંખી કરાવી તત્ત્વજ્ઞાનની બેઠકનું સમાપન કર્યું હતું.
રાતના સાત વાગે શ્રી શૈલેશભાઈ મહાદેવીઆએ મુંબઈથી ખાસ આવી માનસરોવર અને કૈલાસયાત્રા દરમિયાન લીધેલ સ્લાઈડ બતાવી યાત્રાનુભવ કરાવ્યો હતો, તેમજ આશ્રમના વિદ્યાર્થીઓએ ભક્તિસંગીત, દાંડિયા રાસ, વગેરેનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. દ્વિતીય બેઠક: જૈન ઇતિહાસ–પત્રકારત્વ
રવિવાર, તા. ૨-૧-૧૯૮૩ના રોજ સવારનાં જૈન તત્ત્વજ્ઞાન” અંગેની બેઠકના બાકી રહેલા નિબંધનું વાચન થયા બાદ જૈન ઈતિહાસ-પુરાતત્વ, સ્થાપત્ય-શિપ, કલા અને પત્રકારત્વ' અંગેની વિભાગીય બેઠકને પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જૈન પત્રોના પ્રથમ અંકનાં મુખપૃષ્ઠનું પ્રદર્શન શ્રી ગુણવંત શાહના સહકારથી યોજાયું હતું. વિવિધ વિદ્યાશાખાઓનું જૈન દર્શનમાં ચિંતન
| શ્રી નાનાલાલ વસાએ “પ્રાચીન જૈન શાસ્ત્રોમાં વિજ્ઞાન અને વિદ્યાઓને સ્પર્શતે સંશોધનલેખ રજૂ કરતાં પ્રાચીન જાગૃતિકાળ, જૈન ધર્મની અતિહાસિકતા, ખગોળ, વાતાવરણ, આકારે, દિશાઓ, ભૂગોળ, જંતુશાસ્ત્ર, જીવજ્ઞાન, ગણિત, પરમાણુવાદ, પદાર્થવિજ્ઞાન, અવકાશ, કોમિક રેડીએશન, મનોવિજ્ઞાન, નાટય, સંગીત, નૃત્ય, અન્ય કલાઓ, સામાજિક વિજ્ઞાન આદિ વિવિધ વિદ્યાશાખાઓ અંગે આધુનિક-વૈતાનિક અભિગમના સંદર્ભમાં જૈન દર્શનમાં થયેલ ચિંતનની ઝલક આપી હતી, અને તે અંગેનું પ્રમાણ જુદાં જુદાં સૂત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org