________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ અને અવસર્પિણ કાળના છ-છ આરા હોવાનું જણાવીને, તેઓએ જૈન ગણિતનાં આ પાસાંની વિગતે ચર્ચા કરી લતી. બ્રહ્મચર્યસાધના : નિયમ અને વિવેકપ્રધાન શૈલી
- બ્રહ્મચર્યસાધનાની જૈન શૈલી' વિશે રજૂઆત કરતાં પ્રા. મલુકચંદ શાહે જૈન દર્શનમાં બ્રહ્મચર્ય સાધનાની નિયમ અને વિવેકપ્રધાન શૈલીની વિશદ છણાવટ કરી હતી. વિકાર થાય એવાં સ્થાનેથી કે તરોથી દૂર રહેવામાં નિવૃત્તિધર્મની નિયમપ્રધાન શેલી બ્રહ્મચર્યની નવ વાડ દ્વારા વિગતે સમજાવી હતી; જ્યારે પ્રલોભનોથી દૂર રહેવાને બદલે પ્રલોભનોની વચ્ચે રહીને આત્મવિશ્વાસપૂર્વક એવા કસોટીમાંથી પાર પાડવાની બાબતને એમણે બ્રહ્મચર્યસાધનાની વિવેકપ્રધાન શૈલી તરીકે ઓળખાવી હતી. આ અંગે એમણે યૂ લભદ્ર, વિજય શેઠ અને વિજયા શેઠાણું, વર્તમાન સમયમાં મહાત્મા ગાંધીજી અને કસ્તુરબા તેમજ લેકનાયક જ્યપ્રકાશ નારાયણ અને શ્રીમતી પ્રભાવતીબેન નારાયણનાં દૃષ્ટાંત આપ્યાં હતાં. બીજા ઘનિબંધો
Ethical and Spiritual Aspects of Prashamrati : ší. વાય. એસ. શાસ્ત્રી (અમદાવાદ), Some Aspects of Anekanivad ડે. યુનેગા (જાપાન), જૈન દર્શનમાં પ્રતિક્રમણની મહત્તા : પ્રા. ઉત્પલાબેન મેદી (મુંબઈ), સામાયિકઃ ડૅ. રમેશભાઈ લાલન (મુંબઈ), શ્રમણદર્શન એ જ જૈન દર્શન: પ્રા. નાનકભાઈ કામદાર (ભાવનગર), જન સિદ્ધાંત અને આચાર વિચારની અસંગતતા . સુમનબેન શાહ ( બ). Spiritualism of Upadhyaya Yashovijay ? શ્રી નિલેષ દલાલ (મુંબઈ, જૈન દર્શનમાં યોગવિચારઃ શ્રી જયેન્દ્રભાઈ શાહ (મુંબઈ), અનેકાવાદઃ શ્રી કીર્તિભાઈ શાહ (મુંબઈ) વગેરે શોધલેખો રજૂ થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org