________________
‘સીતારામ ચોપાઈ
૩૪૧
ભરત, હનુમાન, દશરથરાજા વગેરે પાત્રાનું સુરેખ આલેખન ક્યું છે. પ્રસંગેના આલેખનમાં ક્યારેક કવિ ત્વરિત ગતિએ, કેટલાંક રસસ્થાનેને વિકસાવ્યા વગર જતા લાગે છે અને કયારેક પિતાની મૌલિક કલ્પના વડે રસિક પણ બનાવતા લાગે છે. કેટલાંક વર્ણને પરંપરાનુસારી છે, તો કેટલાંક કવિની મૌલિક કલ્પનાથી આલેખાયેલાં છે. ઉપમા, વિપ્રેક્ષાદિ અલંકારોથી સજજ કવિત્વમય વર્ણન આ રાસકૃતિમાં ઘણે સ્થળે જોવા મળે છે. તેમાંથી નમૂનારૂપ થોડાંક આપણે જોઈએ. સીતાના દેહલાવણ્યનું વર્ણન કરતાં કવિ લખે છે : - “ઘણ થણ કલસ વિસાલા
ઉપરિ હાર, કુસુમની માલા હે; કટિ લંક કેસરિ સરિખ,
ભાવઈ કઈ પંડિત પરિખી હે. કટિ તટ મેખલા પહિરી,
વન ભરિ જાયઈ લહરી હે, રોમરહિત બે જઘા હે,
જાણે હરિ કેલિના થંભ . ઉનત પગ નખ રાતા,
જાણે કનક કુરમ બે માતા હે; રીતા નઉ રૂપ સહઈ,
નિરખતા સુર નર મેહઈ છે.” સીતાના દેહલાવણ્યનું શુંગારરસિક વર્ણન પોતે કરે છે એ માટે સાધુકવિ સમયસુંદર સભાન છે. એ વર્ણનમાં કવિ પોતે રાચતા નથી, પરંતુ કવિપરંપરા પ્રમાણે, અન્ય ગ્રંથને અનુસરીને તે આ વર્ણન કર્યું છે અને આવાં વર્ણને ‘પદ્મચરિત' જેવા ગ્રંથમાં પણ છે એમ તેઓ બતાવે છે. કવિ લખે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org