________________
૩૪૦
જૈન સાહિત્ય સમારોહ
પછી રામને કેવળજ્ઞાન થયું. તેમણે ઉપદેશ આપી અનેક જીવાનું કલ્યાણું કર્યું. આયુષ્ય પૂર્ણ થતા તેએ નિર્વાણ પામ્યા.
રામ અને સીતાનું કથાનક સુદી છે. વળી કવિ એને નવ રસ વડે રસિક બનાવી આલેખવા ઇચ્છે છે. એટલે સ્વાભાવિક રીતે ΟΥ આ રાસ કદની દૃષ્ટિએ મેટા અને. રાસની અંતિમ ઢાલમાં કવિ કહે છે :
નવ રસ પાધ્યા ભઇ હાં, તે સુધડા સમઝી લેયે રે.
.
નવ ખંડ પૃથિવીના કહ્યા, તિમ ચરૂપઇના નવ ખંડા રે.’
આમ સુદી કથાનકને કારણે કૃતિ સુદી બને એ સ્વાભાવિક છે. એટલા માટે પુરાણકથા કે ચરિતકામ્ય માટે વપરાતા પ્રબંધ' નિબંધ' જેવા શબ્દો પણ કવિએ પેાતાની આ કૃતિ માટે પ્રયેાજ્યા છે. જુઓ :
સીતારામ સંબધ, નવખંડ કહિસી નિધ'
વળી, રાસના પ્રત્યેક ખ’ડની પુષ્પિકામાં કવિએ ‘ઇતિશ્રી સીતારામ પ્રભુધે........' એવા શબ્દ પ્રયેાજ્યા છે.
O
આટલી સુદી કૃતિ હેવા છતાં કાઈ કાઈ પ્રસંગે કવિને ઉતાવળ કરવી પડી હોય તેમ પણ્ જણાય છે. કવ તેને માટે સભાન છે. વળી, કવિએ કાઈ સ્થળે પેાતાની સ્વતંત્ર, મૌલિક કલ્પનાથી પણ નિરૂપણ કર્યું છે. અલબત્ત, કવિ પોતે જૈન સાધુ હોવાથી છેલ્લે તેા પેાતાની કંઈ પણ ભૂલચૂક હોય તે તેને માટે ક્ષમાયાચના પણ કરે છે. તેઓ લખે છે :
‘ઉછા અધિકા મઇ કહ્યો, કોઈ વિરુધ વચન પણ હાઇ રે; તા. મુઝ મિચ્છામિ દુક્કડ, સંઘ સાંભલિજ્યો સહુ ક્રાઇ રે.' સીતારામ ચેાાઈમાં કવિએ રામ, સીતા, લક્ષ્મણ, રાવણુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org