________________
૧૪
જૈન સાહિત્ય સમારોહ
વિષય
જિન ધર્મ અને બૌદ્ધ ધર્મ
ડે. રમણલાલ ચી. શાહ Doctrine of Karma Omniscience પ્રા. ઝેડ. વિ. કોઠારી Role of Jainism in Modern India ડૉ. બિપિનચંદ્ર હી. કાપડિયા શ્રી દલસુખભાઈનું વકતવ્ય
શ્રી દલસુખભાઈએ જણાવ્યું હતું કે “જૈન ધર્મના સાહિત્યને સ્ત્રોત જેન આગમે છે અને અત્યારે જે “આગમ સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ છે તે બધું જ ભગવાન મહાવીરકાલીન છે એમ કહી શકાય તેમ નથી. તેમાં પણ કાલદષ્ટિએ અનેક સ્તરો છે, પરંતુ આપણી પાસે જે આગમ સાહિત્ય છે તે વલ્લભીમાં દેવર્ધિગણીએ લખેલ કે લખાવેલ છે અને વલભીમાં જે લેખન થયું તે વલ્લભીવાચનાનુસારી નથી પણ માથુરીવાચનાનુસારી છે.”
શ્રી દલસુખભાઈએ જણાવ્યું હતું કે “વિદ્વાન એવા સામાન્ય નિર્ણય પર આવ્યા છે કે આગામોમાં સૌથી પ્રાચીન આચારાંગ પ્રથમ શ્રુત સ્કંધ છે અને તે પછી સૂત્રકૃતાંગ પ્રથમ સ્થાન આવે છે.”
તેમણે જણાવ્યું હતું કે “આચારાંગમાં ષડજીવનિકાયની પ્રરૂપણ મુખ્ય ભાગ ભજવે છે, જ્યારે તત્વાર્થમાં પંચાસ્તિકાય કે ષડકવિચારણું સપષ્ટ છે. આથી એમ માનવું જોઈએ કે તે કાળે બદ્રવ્યો વિશે ખાસ કાઈ વિચારણા નહીં થઈ હોય, અને કાળક્રમે જેનદર્શનમાં તે ઊતરી આવી હશે.”
જૈન દર્શનમાં જગત જીવથી વ્યાપ્ત છે એ માન્યતા છે પરંતુ અજીવન ઉલ્લેખ નથી. આથ્રી એમ માની શકાય કે આચારાંગને બધું આવરૂપ જ માન્ય છે. જીવને બંધ થામ છે અને તે કર્મથી મુક્ત થવાનો અને મોક્ષ પામવાને ઉલેખ છે. ઉપરાંત આત્માને પુનર્જન્મ છે તેને પણ ઉલ્લેખ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org