________________
૧૫
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ
તેમણે જણાવ્યું હતું કે “આચારાંગના કાળે ક્રિયાવાદ અને અક્રિયાવાદ એમ બે પક્ષે હતા. એમાં ભગવાન મહાવીરે પિતાને પક્ષ ક્રિયાવાદ તરીકે સ્પષ્ટ રજૂ કર્યો હતો. આચારાંગમાં આત્મા અને તેના સ્વરૂપ વિશે પણ જાણવા મળે છે. આમ, મોક્ષ અને નિર્વાણની કલ્પના પણ તેમાં છે, પરંતુ મુક્ત જીવોના સ્થાન વિશેની કઈ કલ્પના નથી.”
શ્રી દલસુખભાઈએ જણાવ્યું હતું કે “સૂત્રકૃતાંગના પ્રથમ શ્રત સ્ક ધ જોતાં પણ હજી જૈનદર્શનની પોતીકી પરિભાષા સ્થિર થઈ નથી એટલે માનવું પડે કે અહીં પણ જૈનદર્શન તેની પ્રાથમિક ભૂમિકામાં છે. આ સૃષ્ટિ કોણે નિર્માણ કરી તે વિશેના નાના મતોનું નિરાકરણ પણ સૂત્રકૃતાંગમાં છે.” જૈન અને બૌદ્ધધર્મ: એક તુલના
“જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ–એક તુલના” એ વિશે પિતાને નિબંધ વાંચતાં ડો. રમણલાલ . શાહે જણાવ્યું હતું કે “ભારતીય સંસ્કૃતિની ધર્મની દષ્ટિએ બે પરંપરા ચાલી આવે છે : બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. એમાં શ્રમણ પરંપરામાં બે મુખ્ય ધર્મો છે–જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. જૈન ધર્મ, વૈદિક ધર્મની જેમ પ્રાચીન છે, જ્યારે બૌદ્ધ ધર્મ, ભગવાન બુદ્ધના સમયથી ચાલુ થાય છે. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીરના ઉત્તર-સમકાલીન હતા અને બંને મગધમાં વિર્યા હતા. છતાં એ આશ્ચર્યની વાત છે કે આ એ મહા વિભૂતિઓ એકબીજીને મળી હેાય એ ક્યાં ય નિદેશ મળતો નથી.
ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ, બંને ક્ષત્રિય રાજકુમારે હતા અને બંનેએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તરત જ તેઓ સંન્યાસના માર્ગે વળ્યા હતા. બંનેએ યજ્ઞમાં હોમાતાં માઓની બાબતમાં વિરોધ કર્યો હતો, વર્ણભેદ અને અંતિભેદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org