________________
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ
૧૩. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “બુદ્ધ ભગવાને તેમની પ્રતિ-- કૃતિઓની પૂજા કરવાની જેમ મનાઈ ફરમાવી હતી તેમ શ્રી મહાવીર ભગવાને એવું કાંઈ કહ્યું હોય તેવી હકીકત મળતી નથી. શ્રી મહાવીર સ્વામીના સમકાલીન કેઈ મંદિરની ચોક્કસ માહિતી મળતી નથી. ભગવાન મહાવીર અને તેમનાં માતા-પિતા પાર્શ્વનાથનાં ઉપાસક હતાં. તેઓ કઈ મંદિરમાં ગયા હોવાના ઉલ્લેખો મળતા નથી, પણ ભગવાન મહાવીરના સમયની જીવંત સ્વામીની એક કાષ્ઠપ્રતિમા મળી છે.”
આ ઉપરાંત તેમણે ભગવાન મહાવીરની પ્રતિમા, નગ્ન પ્રતિમા એ, લાંછનો, અષ્ટમંગળ, સ્તભ વગેરે અંગે અભ્યાસપૂર્ણ–પ્રમાણ-- ભૂત માહિતી પૂરી પાડી હતી.
“ગુજરાતનાં જૈન શિલ્પ-સ્થાપત્ય” અંગે ડે. હરિલાલ આર.. ગૌદાનીને અભ્યાસનિબંધ શ્રી મનસુખલાલ કલ્યાણજી શાહે વાંચી. સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “જૂનાગઢની બાવા પ્યારાની ગુફાઓને બાદ કરતાં ગુજરાતમાં જૈન સ્થાપત્ય કરવાની શરૂઆત વિક્રમ સંવતના પહેલા સૈકામાં થઈ હશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર ઈ. સ. પૂર્વેના ત્રણથી ચાર રૉક અગાઉથી થયે હતો. એ હકીક્ત પુરવાર થઈ છે.”
મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ડિરેક્ટર ડે. ગેરક્ષાકરે સ્લાઈડે દ્વારા જૈન મૂર્તિઓ અને તેની વિશેષતાઓ ઉપર પ્રકાશ. પાડ્યો હતો.
(૩) જૈન તત્વજ્ઞાન : રવિવાર, તા. ૨૩-૧-૧૯૭૭ના રોજ સવારના ૯-૦ કલાકે જેને તત્ત્વજ્ઞાન વિભાગની બેઠક મળી હતી. બેઠકનું પ્રમુખસ્થાન શ્રી દલસુખભાઈ માલવણિયાએ લીધું હતું. આ વિભાગમાં નીચે મુજબ નિબંધે રજૂ થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org