________________
જેને સાહિત્ય સમારોહ ડે. ઉમાકાન્તભાઈનું વકતવ્ય
ડે. ઉમાકાન્તભાઈએ એમનો નિબંધ રજૂ કરતાં જૈન કળાને જૈનાશ્રિત કળા” તરીકે ઓળખાવી હતી. વાસ્તવિક રીતે એ સર્વ - ભારતીય કળાનાં સર્જનો છે અને ૨૫૦૦ વર્ષથી વિવિધ ક્ષેત્રે જે કળા નિર્માણ થઈ છે તેમાં જે ધર્માચાર્યોએ ધર્મના નામે વિરોધ કર્યો હોત તે આ સર્જન થઈ શક્યું ન હેત.
તેમણે જણાવ્યું હતું કે કેટલીક કલાકૃતિ વિદેશમાં પગ કરી ગઈ છે પરંતુ હવે જૈન ભંડારમાંથી અને જૈન મંદિરમાંથી ઊપડી જતી આ વિરલ કૃતિઓને બચાવી લેવા માટે સમગ્ર સમાજે સતત -જાગ્રત રહેવું ઘટે અને ભૂતકાળનો બેધપાઠ લઈ ભવિષ્યમાં તમામ જૈન કૃતિઓના ફોટા પડાવી તેમાં કેટલોગ તૈયાર કરવાં જોઈએ. આ સમગ્ર સાહિત્યકૃતિઓ અભ્યાસીઓ માટે ઉપલબ્ધ હોવી જ જોઈએ.”
તેમણે એવી ટકોર કરી હતી કે “નવાં મંદિરો બાંધવા પાછળ જેટલી ધગશ હેાય છે તેટલી જૂનાં મંદિરો જાળવી રાખવા પાછળ હોવી જોઈએ સાધુમહારાજે પણ પોતાના અભ્યાસ માટે રાખવા. માં આવેલી પ્રતો પણ કાળક્રમે બિનવારસ ન થાય તે માટે કાળજી રાખે અને સુરક્ષિત ભંડારો કે અભ્યાસ-સંસ્થાઓને તે સોંપે એ જરૂરી છે.”
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે “કૃતિઓ રાખનારા અને તેનું ગૌરવ લેનારાઓએ એ ખ્યાલ રાખવો જોઈશે કે આ સમગ્ર પ્રાચીન સાંસ્કૃતિક વારસો જૈન સંઘની માલિકીને અને તેની વ્યવ-સ્થા હેઠળ છે, એટલું જ નહિ પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિને વારસો છે અને જૈનેતર ભારતીય સમાજને વ્યવસ્થા સૂચવવાને, વ્યવસ્થા રહે છે કે કેમ તે જોવાનો હકક છે.” :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org