________________
જેને પત્રકારત્વઃ એક ઝલક
૨૭૭ શુભેચ્છક', (૧૯) વીશા શ્રીમાળી હિતેચ્છુ તેમજ (૨૦) જૈન મહિલા નામનાં જૈન પત્રો શરૂ કર્યા હતાં.
ગુજરાતી જૈન પત્રોના પ્રથમ તબક્કાનાં ૨૩ પત્રોમાંથી બંધ પડેલાં ૨૦ પત્રોની જેટલી માહિતી ઉપલબ્ધ થઈ તે આપી છે. તેનું વિશેષ સંશોધન કરવું રહ્યું. આજે ચાલુ ત્રણ પત્રો જૈન ધર્મ પ્રકાશ', “આત્માનંદ પ્રકાશ', અને “જૈન” સપ્તાહિકની વિચારણું સ્વતંત્ર અભ્યાસ માગે છે. છતાં ય આમાનંદ પ્રકાશ” અને “જૈન”માં વર્ષગણતરીની જે ભૂલ છપાય છે તે અત્રે નોંધવું જરૂરી છે કારણ કે આ ભૂલ જૈન પત્રકારત્વના સંશોધકને ગુમરાહ કરે છે.
આ બંને પત્ર ભાવનગરથી પ્રગટ થાય છે. નવેમ્બર ૧૯૮રના પ્રગટ થયેલા “આત્માનંદ પ્રકાશના મુખપૃષ્ઠ પર છાયું છે: “પુસ્તક ૨૦' જ્યારે “જૈન” સાપ્તાહિકના નવેમ્બર ૧૯૮રના મુખપૃષ્ઠ પર છપાયું છે “વર્ષ ૭૯. આ વાંચતાં તરત જ સ્પષ્ટ થાય છે કે “આત્માનંદ પ્રકાશ' માસિક “જેન' સાપ્તાહિક કરતાં એક વરસ અગાઉ પ્રગટ થયું છે. પરંતુ હકીકત આનાથી જુદી છે. આ બંનેય પત્ર એક જ સન ૧૯૦૩માં જ પ્રકટ થયાં છે. ૧૯૦૩માં ૧૨મી એપ્રિલે જૈન સાપ્તાહિક અમદાવાદથી પ્રગટ થયું, અને ઓગષ્ટ ૧૯૦૩માં “આત્માનંદ પ્રકાશ ભાવનગરથી. તે સમયની પરંપરા મુજબ આ બંનેય પત્રોએ તે તે પત્રના પ્રકાશનની નેંધ લીધી છે.
જૈન' સાપ્તાહિકે ૩૦મી ઑગષ્ટ ૧૯૦૩ના અંકના ૧૦મા. પાના પર “સ્વીકાર' નોંધમાં લખ્યું છેઃ “આ નવા જેન ગુજરાતી માસિકની શરૂઆત શ્રી ભાવનગરથી ચાલુ માસમાં થઈ છે...જૈન ધર્મ પ્રકાશ,” “જ્ઞાન પ્રકાશ” અને “તત્ત્વવિવેચક' એમ ત્રણ માસિકે હાલ આપણાંમાં પ્રસિદ્ધ છે, તેમાં આ ચેથાને ઉમેરો થયેલે જોઈને અમને આનંદ થાય છે. દરેક જૈને આવા સુકાર્યને મદદ કરવી તે તેમનું કર્તવ્ય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org