________________
ર૭૪
- જૈન સાહિત્ય સમારોહ શ્રય જૈન ઇતિહાસકાર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના મતે “આ પત્ર ડાક વર્ષ સુધી ચાલ્યું. ખંતીલા સંશોધક અને આ સમારોહના અધ્યક્ષ શ્રી અગરચંદ નાહટાના મતે તે “૧૮ વર્ષ સુધી નીકળ્યું હતું. પીઢ જૈન પત્રકાર ડે. જ્યોતિ પ્રસાદના મતે “લગભગ દસ વરસ ચાલ્યું. મારા મતે આ પત્ર બેત્રણ વરસથી વધુ નહિ ચાલ્યું હેય. મારા મતને આધાર શ્રીમદ્ રાજચંદ્રના અઠંગ અભ્યાસી વિદ્વાન લેખક શ્રી મનસુખલાલ વિ. કિરતચંદ મહેતા અને જૈન ધર્મ પ્રકાશ” માસિકના સંપાદક શ્રી કુંવરજી આણંદજી કાપડિયાનાં વિધાને છે. શ્રી મહેતા પ્રકાશના સિકવર જ્યુબિલી અંકમાં પૃ. ૧૩૦ ખ પર લખે છેઃ “જૈન દિવાકર” માસિક સંવત ૧૯૩૨ના શ્રાવણ માસમાં શરૂ થયું. હાલ તે લાંબા વખતથી બંધ પડયું દેખાય છે. ત્યારપછી સંવત ૧૯૪૧ સુધીમાં બીજુ કોઈ ગુજરાતી જેને માસિક શરૂ થયું હોય તો તેની અમને માહિતી નથી.” આ વિધાનના ટિપણમાં શ્રી કાપડિયા નેધે છે: “સંવત ૧૯૩૩માં” “જૈન સુધારસ' માસિક પ્રકટ થયું.” શ્રી મહેતા અને શ્રી કાપડિયા જૈન પત્રકારત્વ પ્રારંભયુગના સક્રિય સાક્ષી હતા. જૈન દિવાકરનું આયુષ્ય આમ એક્કસ સંશોધન માગે છે.
૩. જૈન સુધારસ (માસિક): પ્રકાશન સમય : સને ૧૮૮૪, સંવત ૧૮૩૭ ચૈત્ર માસ, પ્રકાશનસ્થળ: અમદાવાદ, પ્રકાશક : શ્રી સવલાલ શિવરામ આયુષ્ય એક વરસનું.
૪. “સ્વાદુવાદ સુધા” (માસિક) : પ્રકાશનસમયઃ સન ૧૮૮૪, સંવત ૧૯૪૧ મહા માસ; પ્રકાશન સ્થળ: અમદાવાદ, પ્રકાશક: જૈન
૧. જૈન સા. ઇ.', પૃ. ૭૩૦.
૨. “તીર્થકર જૈન પત્ર, પત્રિકા વિશેષાંકઃ ઓગસ્ટ ૧૯૭૭, પૃ. ૨૪.
૩. એજન, પૃ ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org