________________
૧૦
જૈન સાહિત્ય સમારોહ લેટિનમાંથી અંગ્રેજીમાં સાહિત્ય ઉતારવામાં આવ્યું તેમ આપણે પણ આવું કાંઈક કરવું જોઈએ. જે ટ્રાન્સલેશન ઇન્સ્ટિટયૂટ ઊભી કરવામાં આવશે તે જ આ જ્ઞાન જીવંત રહેશે, નહિ તો જીવતા માણસના જીવનના ભાગરૂપે એ નહિ રહે.” * નલાયન 9 મહાકાવ્ય પ્રકાશિત છતાં લુપ્ત હોવાની માન્યતા
નલાયન” મહાકાવ્ય વિશે પિતાને નિબંધ વાંચતાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે “જેના ઉપરથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ નયસુંદરે ‘નળદમયંતી રાસ'ની રચના કરી છે એ માણિજ્યદેવરિત “નલાયન” મહાકાવ્ય, એ લુપ્ત થઈ ગયેલો ગ્રંથ છે એમ. ઘણું વર્ષો પૂર્વે મનાતું હતું, પરંતુ સદ્દભાગ્યે જેસલમેર અને બીજા ભંડારમાંથી એની ચાર હસ્તપ્રતો મળી આવેલી છે અને શ્રી વિજય સેનસૂરિએ એનું સંશોધન કરી. ઈ. સ. ૧૯૩૮માં ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી પ્રતાકારે આ ગ્રંથ પ્રગટ કર્યો છે. આમ આ ગ્રંથ પ્રગટ થયો હોવા છતાં એને જોઈએ તેટલી. પ્રસિદ્ધિ મળી નથી. એટલે ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં અને અન્યત્ર એ લુપ્ત થઈ ગયેલે ગ્રંથ છે એ પ્રકારને નિર્દેશ હજુ થયા કરે છે, જે ખેદની વાત છે. મહાભારત અને જૈન નવલક્થાની પરંપરાને સુભગ સમન્વય
“વિક્રમના ચૌદમા શતકમાં થઈ ગયેલા પંચનાટક, “યશોધરચરિત્ર” વગેરે ગ્રંથના કર્તા કવિ ભાણિજ્યદેવસૂરિએ દસ કંધના નવ્વાણું સર્ગમાં આ મહાકાવ્યની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. ચાર હજાર કરતાં યે વધુ શ્લોકમાં આ મહાકાવ્યની રચના કવિએ સંસ્કૃત મહાકાવ્યની પ્રણાલી અનુસાર કરી છે. નળ-દયમંતી વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org