________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૦૧ આ સદીમાં પુરાતત્વીય સંશોધન અને પ્રકાશનના ક્ષેત્રે પણ મહત્ત્વનું કાર્ય થયું છે. રાઈશ (Rice), હુશે, કિલહોર્ન (Kielhorn), પીટર્સન ( Peterson), ફર્ગ્યુસન (Fergusson) અને બજેસે (Burgess) જૈન ધર્મનાં મંદિર, શિલાલેખો અને હસ્તપ્રતો વિશે સંશોધન કર્યું. મથુરાના કંકાલી ટીલાના ઉખનનમાં જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મ વિશેની પુરાતત્વની ઉત્તમ સામગ્રી મળી. આની સાથેસાથે જૈન ઇતિહાસની કેટલીક મહત્વની કડી પણ હાથ લાગીજ્યારે બર્જેસનું સચિત્ર પુસ્તક “Temples of Satrunjaya' સીમાચિહ્નરૂપ ગણી શકાય.
જૈન ધર્મના ઇતિહાસ અને પુરાતત્ત્વ વિશેનું જ્ઞાન વિસ્તાર પાયું, એની સાથેસાથ ઈ. સ. ૧૯૦૬માં યાકેબીએ ઉમાસ્વાતિના તત્વાર્થાધિગમસૂત્રને અંગ્રેજીમાં અનુવાદ કરતાં જૈન સિદ્ધાંતની ગવેષણા પણ શરૂ થઈ. યાદેબીના શિષ્ય કિફેલ અને ગ્લાઝેનાપે આ કાર્ય આગળ ધપાવ્યું. શુબિંગ, હલ અને ગૅરિને જેવા અનેક સંશોધકોએ પણ એ કાર્ય કર્યું, એમાંય હટલે તે જૈન કથાત્મક સાહિત્યનું યથાર્થ અને ગૌરવપ્રદ મૂલ્યાંકન કરવામાં મહત્વનું ગદાન કર્યું. એમણે આવા સાહિત્યના પર્યાલચનના આધારે બતાવ્યું કે પંચતંત્રની મૂળ વાર્તાઓ જૈનેની છે. ડે. બ્રાઉનનું સચિત્ર “કાલક કથા” અને “ઉત્તરાધ્યયન' પણ નોંધપાત્ર ગણાય. એ પછી ભગવાનલાલઇદ્રજી, ભાઉદાજી, ભાંડારકર, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, મુનિશ્રી જિનવિજયજી, શ્રી દલસુખભાઈ માલવણિયા, ભોગીલાલ સાંડેસરા, અગરચંદ નાહટા, ડે. રમણલાલ ચી. શાહ, ડો. એ. એન. ઉપાધે, ૫. કૈલાસચંદ્રજી, ડો. ઉમાકાન્ત શાહ, પં. લાલચંદ ગાંધી, પં. હીરાલાલ રસિકદાસ કાપડિયા, શ્રી મોતીચંદ કાપડિયા, મુનિશ્રી ચતુરવિજયજી, મુનિશ્રી જ બુવિજયજી, શ્રીચંદ રામપોરિયા, અમરમુનિ, ડૅ. હીરાલાલ જૈન, ડે. જગદીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org