________________
૨૦૦
જૈન સાહિત્ય સમારોહ (સં. ૧૯૩૩ થી ૧૯૪૭ સુધીમાં) નોંધપાત્ર ગણાય. તેઓએ આગમ પ્રકાશિત કર્યા. સુરતની આગમોદય સમિતિ દ્વારા આગાદ્ધારક શ્રી સાગરાનંદસૂરિએ એકલે હાથે ઘણા મોટા પાયા પર આગપંચાંગીના સંશોધન-મુદ્રણનું કાર્ય કર્યું. આવું વિરાટ કામ એ પછી એકલે હાથે બીજા કોઈએ કર્યું નથી. ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા અને યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ જૈન સાહિત્યના મહત્ત્વના પ્રથે પ્રકાશિત કર્યા. “સેક્રેડ શુક ઑફ ધી જૈનસ' ગ્રંથમાળામાં અનેક દિગમ્બર જૈન ગ્રંથાના અનુવાદે આરાથી પ્રગટ થયા. આ ઉપરાંત અત્યારે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશનપ્રવૃત્તિ ચાલી રહી છે. દિગમ્બરમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ઘણા જૈન ગ્રંથનું વ્યવસ્થિત સંશોધન અને સંપાદન થયું. ઈ. સ. ૧૯૦૪માં શાસ્ત્રીય કે ધાર્મિક જૈન ગ્રંથે પ્રગટ કરવા સામે વિરોધ થતો હતો, ત્યારે શ્રી નાથુરામજી પ્રેમીએ હિન્દી ગ્રંથરત્નાકર શ્રેણી દ્વારા મહત્વના ગ્રંથે પ્રગટ કર્યા અને “જૈન હિતિષી અને જૈન મિત્ર'નું સંપાદનકાર્ય કર્યું. એમણે ત્રીસ જેટલા ગ્રંથની રચના કરી ૬
શ્રી વિજયધર્મસૂરિજીએ બનારસમાં સ્થાપેલી યશોવિજય જેન સંસ્કૃત પાઠશાળા પાસેથી શ્રી યશોવિજયજી ગ્રંથમાળા ઉપરાંત ગુજરાતને ત્રણ વિદ્રાને મળ્યાઃ દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી પં. સુખલાલજી, જૈન પ્રાકૃત ગ્રંથોના સંશોધક ૫. બેચરદાસજી અને પં, હરગોવિંદદાસ શેઠ. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપનાને આ સમય હતો. આ અરસામાં જ સ્થપાયેલા બનારસના સ્યાદ્વાદ મહાવિદ્યાલયે દિગમ્બર સંપ્રદાયના વિદ્વાને તૈયાર કરવાનું ઘણું મોટું કામ કર્યું.
१. प्रेमी अभिनंदन ग्रंथ, प्रकाशक : प्रेमी अभिनदन ग्रंथ समिति.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org