________________
૧૯૯
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ Jainism not Atheism'માં વોરને જેનોની ઈશ્વર વિશેની વિચારણું અને ષડુ કોની ભાવનાની ચર્ચા કરી છે. આ પુસ્તકમાં દિગંબર સંઘના વિદ્વાન અને નામાંકિત બેરિસ્ટર શ્રી ચંપતરાય જૈનનું “A peep behind the viil of Karma' 3940 40 31 Recent કરવામાં આવ્યું છે. બેરિસ્ટર ચંપતરાય જેને લખેલું “The Key of Knowledge' નામનું પુસ્તક એ જમાનામાં ઘણું વખણાયું હતું. આ પુસ્તકનાં ચૌદ પ્રકરણમાં જુદા જુદા ધર્મોને લક્ષમાં રાખીને ઈશ્વર, ગ, કર્મને કાયદો જેવા વિષયો પર આધ્યાત્મિક નિરૂપણ લેખકે કર્યું છે. જૈન ધર્મની સપ્તભંગના સિદ્ધાંત પર એમનું વિશેષ લક્ષ છે.
ઈ. સ. ૧૯૦૪ માં શ્રી વિજયધર્મસૂરિજી કાશમાં આવ્યા. એમણે યુરોપના અનેક વિદ્વાને સાથે જૈન સાહિત્યના સંશોધન અને સંપાદન અંગે બહાળો પત્રવ્યવહાર કર્યો. જૈન વિદ્યાના અધ્યયનસંશોધનને પ્રવાહ યુરોપમાંથી અમેરિકા અને છેલ્લાં કેટલાંક વર્ષથી જાપાનમાં પણ વહ્યો છે. જાપાનના સુઝુકે એહિરાએ તત્વાર્થ સૂત્ર પર તાજેતરમાં સંશોધન કર્યું. પેરિસમાં જૈન કોસ્મોલોજી વિશે ઊંડા અભ્યાસ કરનાર ડે. કલેરી કાયાએ જૈન વ્યવહારભાષ્ય પર મહાનિબંધ લખ્યો. પેરિસમાં વસતા ડે. નલિની બલબીરે દાનાષ્ટક કથાનું સંશોધન કર્યું. અત્યારે જર્મનીમાં જૈન વિદ્યાને જે અભ્યાસ થઈ રહ્યો છે એમાં કલાઉસ બ્રુન અને ચંદ્રભાલ ત્રિપાઠીનું પ્રદાન મહત્વનું ગણાય.
કલકત્તાના રાય ધનપતસિંહ બહાદુરે જૈન આગમો છપાવવાની શરૂઆત કરી. ૪૫ આગમો છપાવીને પ્રગટ કરવાને એમને ઉદ્યમ 4 'The Key of Knowledge' by Champat Rai Jain, Pub, Kumar Devendra Prasad Jain, The Central Jaina Publishing House, Arrah, India, 1915.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org