________________
૨૦૨
જૈન સાહિત્ય સમારોહ જૈન વગેરેએ જૈન ધર્મ અને સાહિત્ય વિશે બહોળા પ્રમાણમાં શોધખોળ કરી. આગમસંશોધનમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ ખૂબ સંગીન અને સમૃદ્ધ કાર્ય કર્યું.
- સાહિત્યિક સંશોધનના કાર્યમાં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈને ફાળો અવિસ્મરણીય રહેશે. જેન ગુર્જર કવિઓ'ના ત્રણ ભાગમાં દુર્ગમ હસ્તલિખિત ભંડારમાં રહેલ જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસનું ઊંડું સંશોધન કરીને એમણે જે કાર્ય કર્યું છે તેને શ્રી કૃષ્ણલાલ મ ઝવેરીએ યથાર્થ રીતે મહાભારત ગ્રંથ. (Magnum opus) તરીકે વર્ણવ્યું છે. એ જ રીતે એમણે રચેલા જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” નામે દળદાર અને માહિતીના ખજાનારૂપ ગ્રંથ આજે પણ એટલું જ મહત્ત્વ અને ઉપયેગી. લેખાય છે. સિંઘી ગ્રંથમાળા, પૂંજાભાઈ ગ્રંથમાળા, સુરતનું દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધારક ફંડ જેવી સંસ્થાઓ દ્વારા પણ જૈન સાહિત્યનું પ્રકાશન સારા પ્રમાણમાં થયું છે. ગુજરાત પુરાતત્ત્વમંદિરે જૈન વિદ્યાનાં ખેડાણમાં મહત્ત્વનું કામ કર્યું છે. સિદ્ધસેન દિવાકરની ‘સમતિ તક' નામે ૧૭૦ પ્રાકૃત ગાથા પર શ્રી અભયદેવસૂરિએ. પચીસ હજાર કની વાદ-મહાઈવ' નામની ટીકા રચી હતી. આ ગ્રંથ એ જૈન દર્શનને આકર ગ્રંથ છે. આની અનેક હસ્તપ્રત. એકત્ર કરીને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ, પં. બેચરદાસજીના સહકારમાં એનું સંપાદન કર્યું. દસ વ્યક્તિ પ્રત વાંચે અને પં. સુખલાલજી એને નિર્ણય કરે. આ દશ્યને જોઈને પ્રો. હર્મન યાકેબી. જેવા વિદ્વાન પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જૈન ધર્મના સારરૂપ વિનોબાજીની માંગણીથી સંકલિત કરવામાં આવેલું પુસ્તક “સમણ સુત્ત પણ આ સંદર્ભમાં યાદ આવે.
સાત ભાગમાં પ્રગટ થયેલે “અભિધાન રાજેન્દ્ર કેશ૭ આગમ
૭. “અભિધાન રાજેન્દ્ર કેશ', પ્રકાશકઃ અભિધાન રાજેન્દ્ર કાર્યાલય, રતલામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org