________________
જૈન ગુર્જર સાહિત્યનો મહામૂલે સંદર્ભગ્રંથ
જૈન ગુર્જર કવિઓ પ્રા. જયંત કઠારી
મેહનલાલ દલીચંદભાઈ દેસાઈને કિશોરાવસ્થામાં જોયા હતા તેનું ઝાંખું સ્મરણ આજે પણ થાય છે. ધેતિયું, અંગરખું, મેટે ભાગે કાળી ટોપી અને મોંમાં સિગારેટ. મુંબઈમાં વકીલાત કરતા હતા અને સતત કંઈક લખવામાં રોકાયેલા રહેતા હતા એમ સાંભળ્યું હતું. પાછળથી ચિત્તભ્રમ જેવી અવસ્થા થઈ હોવાનું પણ જાણ્યું હતું, પણ એમને વધારે ઓળખવાની તે એ ઉંમર નહોતી. ઘરમાં એમનો લખેલે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” હતો. “સંક્ષિપ્ત તરીકે ઓળખાવાયેલા, હજાર ઉપરાંત પાનાંના એ દળદાર થથામાં સંઘરાયેલી માહિતીના ઢગલામાં પણ કંઈ રુચિ થઈ નહોતી.
આપણું સાહિત્યના ઇતિહાસમાં તે મેહનલાલ દલીચંદ દેસાઈનું નામ શાનું જડે? પણ અધ્યાપક થયા પછી એમના જૈન ગૂર્જર કવિઓનું નામ જાણવાના અને કવચિત્ એને જવાના, એમાંથી મદદ મેળવવાના પ્રસંગ પણ આવ્યા. આમ છતાં, આ ગ્રંથની વિશેષતાની અને એની પાછળ પડેલા શ્રમની ઝાઝી સમજ પડી હતી એમ ન કહેવાય. એ સમજ પડી ગુજરાતી સાહિત્યકેશ માટે જૈન ગૂર્જર કવિઓ’ સાથે કામ પાડવાનું થયું ત્યારે, કેશકાર્યાલયના સર્વ સાથીઓિને પણ એ વાતનું પરમ આશ્ચર્ય છે કે એક માણસ એકલે હાથે આટલી ગંજાવર સામગ્રી એકઠી કરી શકે અને આવી સુરત વૈજ્ઞાનિક વ્યવસ્થાથી ને વિષયની પિતાની સર્વ જાણકારીને કામે લગાડીને રજૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org