________________
મહામૂલે સંદર્ભગ્રંથ
૧૭૫ કરી શકે. એમને જિજ્ઞાસા પણ છે કે શ્રી દેસાઈએ કઈ પદ્ધતિથી કામ કર્યું હશે, વેરવિખેર સામગ્રીને સંકલિત કરીને મૂકવા માટે સચિકાર્ડ કે એવાં કયાં સાધનાને ઉપયોગમાં લીધાં હશે. કેશકાર્યાલયના કાર્યકરને પણ વિશાળ સંદર્ભ સામગ્રી સાથે કામ પાડવાનું થયું છે અને જટિલ વ્યવસ્થાતંત્ર નિપજાવવું પડયું છે જે સામૂહિક શ્રમથી જ ચાલી શકે તેમ છે એમ એમને લાગ્યું છે, તેથી એમને આવા પ્રશ્નો થાય એ સાહજિક છે.
શ્રી દેસાઈનાં ઘણાં કામ ધીમે ધીમે જાણવા મળ્યાં. “આનંદ કાવ્યમહોદધિ” વગેરેમાં જૈન કવિઓ વિશેના એમના કેટલા વીગતપૂર્ણ લેખે પડેલા છે ! સ્વતંત્ર પુસ્તિકારૂપે ટકી શકે તેવા. એમ લાગે છે કે આ સાહિત્યસંશોધકના કાર્યને અંધારા ખૂણામાંથી બહાર લાવવાની અને એને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રચવામાં એગ્ય રીતે ઉપયોગમાં લેવાની જરૂર છે. જૈન સાહિત્ય પર તે મોહનલાલ દલીચંદ દેસાઈની સેવા મહામૂલી છે. જૈન ગુર્જર કવિઓને પહેલે ભાગ બહાર પડયા પછી અંબાલાલ જાનીએ એને “સંજન તેમજ સંવિધાનપુર:સર પ્રકટ કરેલે મહામૂલે મહાભારત સૂચિગ્રંથ” ગણુંવેલો અને કેશવ હર્ષદ ધ્રુવે તો શ્રી દેસાઈને ત્યાં સુધી લખેલું કે
તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જેનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી.”
આ જૈન ગુર્જર કવિઓ' શું છે અને એનું મૂલ્ય શામાં રહેલું છે ?
જૈન ગૂર્જર કવિઓ મુખ્યત્વે હસ્તપ્રત રૂપે સચવાયેલા સાહિ'ત્યની સૂચિ છે. “મુખ્યત્વે” એમ કહેવાનું કારણ એ કે આ સૂચિમાં મુદ્રિત સામગ્રીને પણ સમાવી લેવામાં આવી છે અને એથી વીસમી સદીના રાજચંદ્ર વગેરે કેટલાક અર્વાચીન ગ્રંથકારે પણ એમાં દાખલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org