________________
૧૨૮
જૈન સાહિત્ય સમારોહ કેન્દ્ર હતું અને છે. જૈન વિદ્યા અહીં ખૂબ વિકસી છે. સુરત અને રાંદેરમાં ઘણા જૈન ગ્રંથ- સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતીમાંરચાયાં છે તથા સેંકડો ગ્રંથની હસ્તપ્રતો લખાઈ છે. જૈન સંઘ કે સંસ્થાઓ હસ્તકના સંખ્યાબંધ હસ્તલિખિત ગ્રન્થભંડારો સૂરતમાં છે, જેમાં જૈન તેમજ અન્ય પરંપરાની હજાર મૂલ્યવાન હસ્તપ્રત સચવાઈ છે. અર્વાચીન કાળમાં જૈન આગમ સાહિત્યની એકસામટી શાસ્ત્રીય વાચનાના સંપાદન અને પ્રકાશનનું સર્વપ્રથમ ભગીરથ કાર્ય કરનાર આચાર્ય સાગરાનંદસૂરિની કર્મભૂમિ સૂરત છે અને એમનું સ્મૃતિમંદિર એ માટે ગૌરવ લેનાર આ નગરમાં છે. (ઈસવી સનના અગિયારમા સૈકામાં થયેલા “નવાંગી વૃત્તિકાર” અભયદેવસૂરિ તથા અર્વાચીન કાળમાં આગમ પ્રકાશનનું કાર્ય કરનાર સાગરાનંદસૂરિ અને મુનિશ્રી પુણ્યવિજયજી–એ ત્રણેયનું વતન કપડવણજ હતું એ અતિહાસિક અને તાત્વિક અર્થમાં શું વતનને સાદ ન ગણાય? અભયદેવસૂરિએ પિતાનું કાર્ય પાટણમાં કર્યું હતું, સાગરાનંદસૂરિએ આગમવાચનાને પ્રારંભ પાટણમાં કર્યો હતો અને એ જ કાર્ય માટે મુનિશ્રી પુણ્યવિજયજીએ જિનાગમપ્રકાશિની સંસદની સ્થાપના પાટણમાં કરી હતી એને શું કેવળ ઐતિહાસિક અકસ્માત ગણીશું ?)
આગમવાચના વિશે થોડીક વાત કરીશ, કેમ કે એમાં પુરાતન કાળથી આજ સુધીની જ્ઞાનભક્તિને વૃત્તાન્ત છે. પણ એ પહેલાં જૈન સાહિત્ય અને જૈન આગમ સાહિત્ય વચ્ચેની ભેદરેખા જોઈએ. ' જૈન સાહિત્ય એટલે જેનો દ્વારા રચાયેલું સાહિત્ય, જેમાં જૈન, ધાર્મિક ગ્રંથો ઉપરાંત વિવિધ વિષય પરત્વે સંસકૃત, પ્રાકૃત, અપભ્રંશ તથા વિવિધ પ્રાદેશિક ભાષાઓના જૈનકૃત સાહિત્યને સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં ખેડાયેલા લલિત અને શાસ્ત્રીય વાડમયનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં જૈનેનું વિશિષ્ટ પ્રદાન ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org