________________
ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન :
કેટલીક ચર્ચા ડો. ભેગીલાલ જ. સાંડેસરા
સૂરત એક ઐતિહાસિક નગર છે. બેત્રણ સિકા પહેલાં પશ્ચિમ ભારતનું એ સહુથી સમૃદ્ધ અને આબાદ બંદર હતું, “નંદશંકર જીવનચરિત્ર'(પૃ. ૧૪)માં શ્રી વિનાયક મહેતાએ એક ફારસી કહેવતનું ગુજરાતી રૂપાંતર આપ્યું છે કે “જમીન છેડે છે, વારિ જોડે છે.” એ ન્યાયે આ સૂરત બંદરને સંબંધ સમુદ્રમાર્ગે સમગ્ર સુધરેલી દુનિયા સાથે હતો અને આ આંતરરાષ્ટ્રીય મહાનગરનાં બજારોમાં જગતના અનેક દેશોના નાગરિકોને મેળો જામત. “સૂરત સેનાની મૂરત’ કહેવાઈ. પણ એણે ઘણા વારાફેરા અને ચડતી પડતી જોયાં છે. આથી કવિ નર્મદે પિતાની આ જન્મભૂમિ પ્રત્યે ઉત્કટ લાગણીથી ગાયું છે:
તાપી દક્ષિણ તટે, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.”, સૂરતની ઐતિહાસિક ભૂમિમાં આ સાંસ્કૃતિક સંમેલન મળે છે. જૂના સમયથી સુરત સંસ્કૃત વિદ્યાનું ધામ રહ્યું છે અને એથી, યોગ્ય રીતે જ, એને “દક્ષિણ ગુજરાતનું કાશી” કહેવામાં આવ્યું છે. સૂરતમાં અને આસપાસના પ્રદેશમાં પારસી વિદ્વાનેએ પારસી ધર્મગ્રંથના સંસ્કૃત અને જૂની ગુજરાતી અનુવાદ કર્યા છે અને એમાંના કેટલાક મુંબઈની પારસી પંચાયત તરફથી Collected Sanskrit writings of the Parsees” એ શીર્ષક નીચે છ ગ્રંથમાં પ્રગટ થયા છે. ફારસી સાહિત્ય અને અરબી વિદ્યાનું પણ સૂરત
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org