________________
૧૨૯
ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન હેય. જૈન આગમ સાહિત્ય એટલે જૈનોના મૂલ ધાર્મિક ગ્રંથે, સૂત્રો – ‘
ક્રિસ" અથવા કેનન – તથા તે ઉપરનું ભાષ્યાત્મક ટીકાત્મક સાહિત્ય. આમ, “આગમસાહિત્યને સમાવેશ જૈન સાહિત્યમાં થાય ને એ બંનેને સમાવેશ ભારતીય સાહિત્યમાં થાય.
મૂલ આગા -સૂત્ર ઉપરનું વિવરણાત્મક સાહિત્ય ચાર પ્રકારનું છેઃ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને વૃત્તિ. મૂલ સૂત્રે તથા તે ઉપરનાં આ ચતુર્વિધ વિવરણનો અર્થ એક સાથે વ્યક્ત કરવા માટે કેટલીક વાર “પંચાંગી” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. સૂત્રો આ પ્રાકૃતમાં છે, જે સામાન્ય વ્યવહારમાં “અર્ધમાગધી કહેવાય છે. સૂત્રને વીતરાગ-તીર્થકરની વાણું ગણવામાં આવે છે અને પરંપરા પ્રમાણે, તે ગણધરભાષિત અથવા સુધર્માસ્વામી જેવા મહાવીરના એક ગણધર કે પટ્ટશિષ્ય વડે વ્યાકૃત છે. છતાં ભાષા, નિરૂપણરીતિ, શેલી, ગદ્યપદ્યના ભેદ વગેરે દષ્ટિએ સૂત્રોમાં વિવિધ સ્તરે માલૂમ પડે છે. જેમાં સર્વસ્વીકૃત અનુશ્રુતિ અનુસાર, “નંદિસૂત્ર એ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની, “દશવૈકાલિક સૂત્ર શય્યભવસરિની (તે એમણે પિતાના પુત્ર અને શિષ્ય મનક માટે રચ્યું હતું), “અનુગ ઠાર સૂત્ર' આર્ય રક્ષિતસૂરિની અને “પ્રજ્ઞાપના સુત્ર” આર્ય શ્યામની (આર્ય શ્યામ એ ઇતિહાસ પ્રસિદ્ધ આર્ય કાલક અથવા કાલકાચાર્ય હશે ?) કૃતિ છે. | મુખપાઠે રહેલા જૈન મૃતનું સંકલન કરવા માટે પ્રથમ પરિષદ વીરનિર્વાણ પછી બીજી શતાબ્દીમાં પાટલિપુત્રમાં મળી હતી. એ સમયે અગિયાર અંગ તથા અન્ય આગને સંકલિત કરવામાં આવ્યાં હતાં અને ચૌદ પૂર્વમાંથી જે કંઈ બચ્યું હતું તે બારમા અંગ દષ્ટિવાદ' તરીકે એકત્ર કરવામાં આવ્યું હતું. (બૌદ્ધોમાં પાલિ ત્રિપિટકના સંકલન માટે આવી “સંગીતિઓ' થઈ હતી.) પણ સમય જતાં પાછું શ્રુત વિખલ થયું, અને એને વ્યવસ્થિત કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org