________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
૧૧૯ આ પ્રકારની કેટલીક મૌલિક વિશેષતાઓથી “આગમ' નામે ઓળખાતું જૈન સાહિત્ય સમૃદ્ધ છે. એ સાહિત્યની જે ટીકાઓ રચાઈ તેમાં મૌલિક ધારણાઓ તે કાયમ જ રહી, પણ જે કઠેર આચરણની અપેક્ષા મૂળમાં રાખવામાં આવી હતી તેનું પાલન સહજ ન હતું અને વળી ધર્મ જ્યારે એક સમૂહનો ધર્મ બને છે, તેના અનુયાયીઓને એક વિશાળ સમાજ બને છે, ત્યારે તેને મોલિક કઠોર આચરણમાં દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન કરવું પણ અનિવાર્ય બને છે. અને તે માટેની સગવડ મૂળ આગમના ટીકાકારોએ કરી આપી છે. અહિંસા આદિની જે મૌલિક વિચારણું હતી તેમાં બાંધછોડ પણ કરી આપી છે. તે ત્યાં સુધી કે એ બાંધછે એવી બની ગઈ કે ગીતાની અહિંસા અને જૈન આગમની ટીકાની અહિંસામાં વિશેષ ભેદ રહ્યો નહીં. આમ, પરિસ્થિતિએ પલટો ખાધો તેમાં પણ ભગવાન મહાવીરે યજ્ઞ આદિમાં જે આત્યંતિક હિંસા હતી તેના સ્થાને આત્યંતિક અહિંસાનું પ્રતિપાદન કર્યું હતું. તે હવે ઢીલું પડ્યું. બે સંતને અંત બહુ લાંબે કાળ ટકે નહીં એ હકીકત છે, એટલે છેવટે મધ્યભાગીય અહિંસા પણ થઈ અને હિંસા પણ મધ્યમમાર્ગે આવીને ઊભી રહી; ધર્માચરણમાં યજ્ઞોના અનુષ્ઠાનમાંથી હિંસા લગભગ નિરસી થઈ, તેમ અહિંસાના અતિ કઠોર માર્ગમાંથી અહિંસાનું આચરણ પણ મધ્યમ માર્ગે આવીને ઊભું રહ્યું. “અતિ સર્વત્ર વર્જયેત્ ને સિદ્ધાંત જ છેવટે સ્વીકાર્ય બને છે, તે આ આત્યંતિક હિંસા અને આત્યંતિક અહિંસાના માં પણ જોવા મળે છે.
પૂર્વવણિત જેન નિદાઓને આધાર બનાવી આગમેતર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેનું એકમાત્ર દયેય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પુષ્ટ કરવાનું છે. જૈન આચાર્યોએ લલિત વાડમયનું પણ જે ખેડાણ કર્યું અને તે નજીવું નથી– તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org