________________
૧૧૮
જૈન સાહિત્ય સાહ ભલું-બૂરું કરવું એ નથી, પણ એકમાત્ર આત્મવિશુદ્ધિ જ તેનું ધ્યેય છે. સંગ્રહ કરેલ કર્મને ક્ષય કરવામાં જ તેને ઉપયોગ છે, જેથી શીધ્ર કર્મવિહીન થઈ શકાય.
ધાર્મિક સદાચારની એક વિશેષતા એ પણ છે કે ધાર્મિક અનુછાન એ વ્યક્તિગત છે, સામૂહિક નથી. યજ્ઞો જે થતા તે પુરેહિતને આશ્રય કે સહાય વિના થતા નહીં, પણ જૈન ધર્મમાં ધાર્મિક કોઈ પણું અનુષ્ઠાન હોય તે વ્યક્તિગત જ હોય, સામૂહિક ન હાય - ભલે જીવો સમૂહમાં રહેતા હોય. એક ઠેકાણે એકત્ર થઈ ધાર્મિક અનુષ્ઠાન કરતાં હોય, પણ તે અનુષ્ઠાન તે વૈયક્તિક જ રહેવું જોઈએ. આવી જૈન ધર્મની પ્રારંભિક માન્યતા હતી. છવ પિતે જ પિતાને માર્ગ, દર્શક છે અને માર્ગે ચાલનાર પણ છે. બીજો પ્રેરક હેવ તેવું બને, પણ પ્રેરણું પ્રાપ્ત કરી અનુષ્ઠાન તે વ્યક્તિએ જ કરવાનું રહે છે. આથી એ પ્રેરક એ તીર્થકર થયા, ધર્માનુષ્ઠાનને માર્ગ કરી આપનાર થયા, પણ તેમના બતાવેલ માર્ગે જવાનું કામ તે સાધકનું જ નિશ્ચિત થયું. આથી ઈશ્વરનું સ્થાન જૈન સાહિત્યમાં તીર્થકરે લીધું, જે માત્ર માર્ગદર્શક કે માર્ગકારક છે, પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા કે તેને દંડ દેવા શક્તિમાન નથી. તેમને આશીર્વાદથી કશું યાય નહીંપણ તેમના દેખાડેલા માર્ગે ચાલીને જ કેઈ પિતાનું કલ્યાણ કરી શકે છે. આમ, ભક્તિ ખરી પણ તે એકપક્ષીય ભક્તિ જૈન સાહિત્યમાં પ્રતિષ્ઠિત થઈ. એ ભક્તિમાં લેવડદેવડ નથી, માત્ર આદર્શની ઉપસ્થિતિ છે. આમ, જૈન દર્શનમાં ઈશ્વરની કે ભગવાનની સમગ્રભાવે નવી જ ક૫ના ઉપસ્થિત થઈ અને એની પુષ્ટિ સમગ્ર જૈન સાહિત્યમાં જોવા મળે છે. જેનેએ વેદિકની જેમ અનેક મંદિરે, પૂજ આદિ ભક્તિ નિમિત્તે ઊભાં કર્યા પણ તેમાં બિરાજમાન ભગવાન વીતરાગી છે એટલે એ ભક્તની ભક્તિથી પ્રસન્ન પણ નથી થતા અને અભક્તિથી નારાજ પણ નથી થતા.
માન ભગવાન વિભકિત મળે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org