________________
જૈન સાહિત્ય સમારોહ પણ આ મૌલિક ધ્યેયને તેઓ ભૂલ્યા નથી. શુગારપ્રધાન કૃતિ રચે પણ તેનું છેવટ તે સાધુને આચાર સ્વીકારવામાં આવે અને તેને પરિણામે મોક્ષ જેવા પરમ ધ્યેયની પ્રાપ્તિમાં પર્યવસાન હેય, અને બીજે પક્ષે જે હિસા આદિ દૂષણે હેય તો તેનું પરિણામ નરકયાતના દેખાડવામાં આવે. આમ, સદ્દગુણની પ્રતિષ્ઠા અને સગુણનું નિરાકરણ – આ ધ્યેય સ્વીકારીને ભારતીય સાહિત્યમાં અજોડ એવું કથા-સાહિત્ય જૈન આચાર્યોએ મધ્યકાળથી માંડીને આજ સુધી આપ્યું છે. એ સમગ્ર સાહિત્યના વિવરણનું આ સ્થાન નથી. માત્ર તેને સૂર કયો છે એ જ જાણવું આપણે માટે બસ છે. - જેન આચારનો પાયો જે સામાયિક છે, તે જૈન વિચાર
અથવા દર્શનને પાયે નયવાદથી નિષ્પન્ન અનેકાન્તવાદ છે. પ્રત્યે સમભાવ એ જે આચારમાં સામાયિક હેય તે વિભિન્ન વિચાર પ્રત્યે આદરની ભાવના કેળવવી હોય તે નયવાદ અનિવાર્ય છે. અર્થાત વિચારમાં સમભાવ એ જૈન દર્શનને પણ પાયે માનીએ તે ઉચિત જ ગણાશે. આથી પ્રાચીનતમ નહીં એવા આગમમાં પછીના કાળે જે દ્રવ્યાર્થિક પયાર્થિક ન પ્રવેશ્યા તે વૈચારિક સમભાવની મહત્તા સમજાવવાની દૃષ્ટિથી જ પ્રવેશ્યા હશે તેમ માનવું રહ્યું. આમ શાથી માનવું તેની થોડી ચર્ચા જરૂરી છે એટલે અહીં કરું તો અસ્થાને નહીં લેખાય. કારણ ભારતીય દર્શનમાં વિવાદ નહીં પણ સંવાદ લાવવાને જે મહાન પ્રયત્ન જૈન દાર્શનિકોએ કર્યો છે તે અભૂતપૂર્વ છે એમાં સંદેહ નથી.
જૈન દર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ ક્યારે થયું ? તો તેને જવાબ છે કે તે આચાર્ય ઉમાસ્વાતિના તત્વાર્થસૂત્રથી તે પૂર્વે અન્ય ભારતીય દર્શનોમાંના વિચારની વ્યવસ્થા ચઈ ચૂકી હતી. તેનું સમર્થન પણ થઈ રહ્યું હતું અને તે આજ લગી ચાલુ જ છે, તેના ઉચિત સમર્થન સાથે જ્યાં સુધી બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org