________________
532
ડૉ. શેખચંદ્ર જૈનની સામાજીક સેવા
48
ડૉ. શૈલેષભાઇ એ. શાહ
સંપાદક- ‘ઘર ઘર ચર્ચા રહે ધર્મકી' (અમદાવાદ) ડૉ. શેખરચંદ્ર જૈન દિગંબર જૈન સમાજના જ નહિં પણ સંપૂર્ણ જૈન સમાજના આદરણીય મહાનુભાવ છે. તેઓએ જીવનમાં અનેક સંઘર્ષો પછી જે ઉંચાઇ પ્રાપ્ત કરી છે તે અનુકરણીય છે. તેઓ સંઘર્ષમાંથી સમર્પણના પાઠો ભણ્યા છે અને તેનો અમલ પણ ર્યો છે.
અધ્યાપક તરીકે શરુ કરેલ જીવનમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા એ કોલેજમાં પ્રાચાર્ય તરીકે નિવૃત્ત થયા. તેઓને માત્ર અધ્યાપનથી સંતુષ્ટિ ન હતી માટે નિરંતર કોઇ ને કોઇ કાર્ય કરતા જ રહ્યા.
તેઓએ સમાજના ઉત્થાન અને જનસેવાના કાર્યને વધુ મહત્તા આપી. તેઓના જીવનને જાણતા જાણ્યું કે માત્ર ૧૫ વર્ષની ઉંમરે સન ૧૯૫૪માં જ્યારે તેઓ ૯ મા કે ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને ટાઇફોઇડ થયેલ ત્યારે તેમના પિતાશ્રીને આર્થિક સંકળામણને કારણે જે તકલીફ પડી તેની છાપ તેમના મન અને મસ્તિષ્ક પર ઉંડી પડી. તેઓએ એક સંકલ્પ ર્યો કે જ્યારે પણ તેઓ સક્ષમ થશે ત્યારે ગરીબો માટે હોસ્પીટલ બનાવી તેઓની સેવા કરશે. તેમના વિચારોનો આ બીજ લગભગ ૪૪ વર્ષ સુધી મનના કોઇ ખુણામાં પડ્યો રહ્યો અને ૧૯૯૮માં તે પાંગર્યુ - ‘શ્રી આશાપુરા માં જૈન હોસ્પીટલ'ના સ્વરૂપે. આજે ૯ વર્ષમાં તે પલ્લવિત અને પુષ્પિત થઇ રહ્યો છે.
તેઓએ ૧૯૮૮માં કેટલાક મિત્રોના સહયોગથી ‘સમન્વય ધ્યાન સાધના કેન્દ્ર'નામના ટ્રસ્ટની સ્થાપના કરી અને તેની પ્રવૃત્તિ સ્વરૂપે સર્વપ્રથમ ૧૯૯૩માં ‘તીર્થંકર વાણી’ માસિક પત્રનો પ્રારંભ ર્યો. આ પત્રિકા માત્ર પત્રિકા ન હતી પણ એક શિક્ષણ આપનારી પત્રાચારરૂપી પાઠશાળા જ હતી. તેઓએ હિન્દી ભાષીઓ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજીવાચકોને ધ્યાન રાખી પત્રિકામાં જાણે ભાષાને સ્થાન આપેલ. પત્રિકાની મોટી સેવા હતી અને છે- બાળકો, યુવકો અને જેઓ જૈન ધર્મસાહિત્ય સંસ્કૃતિ કલાથી પરિચિત નથી તેવા લોકોને શિક્ષણ આપવો. તે માટે હિન્દી અને ગુજરાતીમાં ‘બાલજગત’ અને અંગ્રેજીમાં ‘યંગ લર્નર્સ કોર્નર’ ના નામે પ.ઠશાળા