________________
533
। શરુ કરી. ‘ણમો અરિહંતાણં' થી પ્રારંભ કરી અત્યાર સુધીમાં લગભગ ૧૬૦ લેશન થયા છે. અત્યારસુધી જૈન ધર્મના લગભગ બધા સિધ્ધાંતોનું શિક્ષણ અપાઇ ચુક્યુ છે. વર્તમાનમાં ‘તત્ત્વાર્થસૂત્ર’ નું અધ્યાપન ચાલે છે.
આ રીતે તેઓએ શિક્ષણ ક્ષેત્રે જૈન બાળકોને જ્ઞાન આપી સેવા કરી છે તે ખરેખર જૈનધર્મની જ સેવા ગણાય. જ્ઞાન દાન થી મોટી કઇ સેવા હોઇ શકે. આ પ્રવૃત્તિ સૂચવે છે કે તેઓને જૈન ધર્મનાં શિક્ષણ પ્રચારપ્રસારની કેટલી ભાવના છે?
જેમ પહેલા ઉલ્લેખ ર્યો તેમ તેઓએ ગરીબ લોકોને મદદરૂપ થવા-ગરીબોના આંસૂ લૂછવા અમદાવાદનાં । અતિ પછાત, ગરીબ, મજૂર લત્તામાં ‘શ્રી આશાપુરા માં જૈન હોસ્પીટલ' નો પ્રારંભ ર્યો. તેઓએ પોતાના હું પ્રયત્નોથી દાનદાતાઓના સહયોગથી ૧૯ રૂમનું મકાન ખરીદી તેમા હોસ્પીટલ શરુ કરી. આવા મોંઘવારી
ના સમયે પણ માત્ર રૂા. ૨૦/-માં તેઓ સર્વ રોગોની તપાસ કરાવે છે. બાર જેટલા એમ.ડી., એમ.એસ. ડૉક્ટરોની સવાઓ તેઓ પ્રાપ્ત કરી શક્યા છે. એવી જ રીતે હોમ્યોપેથીમાં માત્ર ૧ રૂપિયો લઇ દવા મફત । આપે છે. હોસ્પીટલમાં લગભગ બધા રોગોની તપાસની સગવડ છે. એક્સ-રે, કાર્ડિયોગ્રામ, એમ્બ્યુલેન્સ ની સગવડ છે.
હોસ્પીટલમાં આંખનો પૂર્ણ કક્ષાનો વિભાગ છે જેમાં ફેંકો થી લઇ બધા પ્રકારના ઓપરેશન અત્યંત નજીવા દરે થાય છે. ગરીબોનાં નેત્રમણિ સાથેના ઓપરેશેન તદ્ન મફત કરવામાં આવે છે. તેઓએ આ હોસ્પીટલમાં આવત વર્ષથી ફીજીશીયન અને સર્જનનાં બે વિભાગ ઇન્ડોર તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું છે. તેઓ આ હોસ્પીટલને ૨૪ કલાકની જનરલ હોસ્પીટલ બનાવવા માંગે છે. આ હોસ્પીટલ માટે તેઓએ વિવિધ યોજનાઓ દ્વારા, વિભાગોને નામ આપવાના કાર્યક્રમ હેઠળ દેશ અને સવિશેષ અમેરીકાથી વિશેષ ! આર્થિક મદદ પ્રાપ્ત કરી છે. આમ તેઓની વૈદકીય સેવાઓથી ગરીબોને ખૂબ જ મદદ મળી છે.
ડૉ. જેને હોસ્પીટલના માધ્યમથી વ્યસનમુક્તિ આંદોલન પોતાની આગવી શૈલીમાં પ્રારંભ કરી અનેક લોકોને વ્યસનમાંથી મુક્તિ અપાવી છે. તેઓ આ અંગે કોઇ ભાષણ કરતા નથી. કોઇ વિશેષ પ્રચાર કરતા નથી પણ પોતાના ડોક્ટરોને કહી રાખ્યુ છે કે દરેક પેસન્ટ ને પુછવાનું કે તેઓ તમાકુ સેવન કરે છે? માસમદિરાનું સેવન કરે છે? જો દરદી હા પાડે તો તેને કહે છે- ‘તમને કોઇ દવા લાગૂ નહીં પડે જો તમો વ્યસન નહિ છોડો તો’ આ વાત સાંભળી દરદી કે જેને જીવવાની તમન્ના છે તે તુરત જ વ્યસનમાં કમી કરે છે કે છોડે છે આ આગવી રીત છે.
તેઓએ જૈન ધર્મનો પ્રચાર વિશેષરૂપથી ર્યો છે. કરોડો રૂપિયાને ક્રિયાકાંડો પાછળ ખર્ચ કરીને આપણે જૈનેતરમાં જૈનો અને જૈનધર્મ માટે સદ્ભાવના ઉત્પન્ન કરી શકતા નથી. જ્યારે આ હોસ્પીટલમાંથી તપાસ કરાવનાર દરદી કે જેમા ૯૮ ટકા જૈનેતર હોય છે તેઓ બધે કહે છે કે અમો જૈન હોસ્પીટલમાં તપાસ કરાવીએ છીએ. બસ આ ‘જૈન’ શબ્દ બધે પ્રસરે છે અને જૈનત્વની કરુણા અહિંસાનો પ્રચાર થાય છે.
MINIS
લગભગ દર મહિને - બે મહિને ગામડાઓમાં કે હોસ્પિટલમાં વિવિધ રોગોના નિઃશુલ્ક (મફત) કેમ્પ યોજીને તેઓ જનતાની સેવા સતત કરતા રહે છે. તેઓએ પોતે હોસ્પીટલને લગભગ ૧ લાખ રૂપિયાની મદદ કરી છે.
1
તેઓ જ્યારે ભાવનગર હતા ત્યારે તેઓએ જૈન યુવકોમાં જૈનત્વ પાંગરે તે માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ૧૦ વર્ષ સુધી ગૃહપતિ પદે રહી તેઓને જૈનદર્શન અને જરૂરી ક્રિયાઓથી પરિચિત કરાવતા