________________
531
છે તેમ શરીર માટે જરૂરી, ઉપયોગી બેક્ટેરિયાનો પણ નાશ કરે છે, દૂર કરે છે. આવું બેક્ટેરિયામુક્ત પાણી વાપરવાની - પીવાની ટેવ પડી ગયા પછી સામાન્ય કુવા, તળાવ કે નળનું પણ પાણી પીવામાં આવે તો પણ તેમાં રહેલ જીવાણુનો ચેપ લાગી જાય છે કારણ કે તેની સામે લડવાની શક્તિ જ ખલાસ થઇ ગઇ હોય છે. આ રીતે થતા રોગોની સામે રક્ષણ મેળવવા વિજ્ઞાનીઓ વિભિન્ન પ્રકારની રસી બાળકોને મૂકવાનું સૂચન કરે છે.
પ્રાચીન કાળમાં તંદુરસ્તી જાળવી રાખવા પાણી ગાળીને તથા ઉકાળીને વાપરવાની એક સર્વમાન્ય અને સામાન્ય પ્રથા હતી. આર.ઓ. સિસ્ટીમનું પાણી, એક્વાગાર્ડનું પાણી, મિનરલ વોટર, તથા કુવા, તળાવના સામાન્ય પાણીમાં મૂળભૂત શું તફાવત છે? અને એ બધાને ઉકાળવાથી તેમાં શું પરિવર્તન થાય છે? તેનો રાસાયણિક પૃથક્કરણ દ્વારા અભ્યાસ કરવો જરુરી છે.
નદી, નાળા, સરોવરનું સામાન્ય પાણી વ્યવસ્થિત રીતે ગાળીને, ઉકાળીને પીવામાં આવે તો બાળકોને પ્રાયઃ કોઇ પણ જાતની રસીની આવશ્યકતા રહેતી નથી કારણ કે રસી જે કામ કરે છે તે જ કામ નદી તળાવનું ઉકાળેલું પાણી કરે છે. રસીમાં પણ જે તે રોગના જીવાણુને મારીને શરીરમાં દાખલ કરવામાં આવે છે. જીવાણુ મરેલા હોવા છતાં શ્વેતકણો એ મૃત જીવાણુ સાથે લડી ભવિષ્યમાં એ પ્રકારના જીવતા જીવાણુ શરીરમાં ક્યારેક દાખલ થઇ જાય તો તેની સામે લડવાની શક્તિ મેળવી લે છે. નદી, સરોવરના ઉકાળેલા પાણીમાં મૃત જીવાણુ બેક્ટેરિયા વગેરે હોય છે.
જે બાળકોને શરુઆતથી જ જંતુમુક્ત વાતાવરણમાં ઉછેરવામાં આવે છે, જંતુમુક્ત પાણી, આહાર આદિ આપવામાં આવે છે એ જ બાળકોને મોટી ઉંમરે એલર્જી, અસ્થમા, દમ, આર્થાઇટીસ વગેરે રોગો વધુ થતા જોવા મળે છે. તેથી હવે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે કુદરતી પાણી જ ફિલ્ટર કર્યા વિના સામાન્ય રીતે ! ગાળીને, ઉકાળીને પીવું શ્રેયસ્કર લાગે છે.
'
હાલમાં ‘ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય સોધ સંસ્થા'' દ્વારા આ અંગે એક વોટર રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ આખાય સંશોધનનું સંચાલન મારા માર્ગદર્શન પ્રમાણે મુંબઇના જ આ જ ક્ષેત્રમાં વર્ષોથી કાર્ય કરતા વિજ્ઞાની અને ઉદ્યોગપતિ ડૉ. વિનોદભાઇ ડી. શાહ કરી રહ્યા છે. જેના પરિણામો ઉપર એક વિસ્તૃત શોધ નિબંધ તૈયાર કરવામાં આવશે.