SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 46 ડૉ. સુધીર શાહ આપણને પૂર્ણતઃ શારીરિક, માનસિક તથા ચૈતસિક સ્વાચ્ય અર્પે છે. દીર્ધાયુષ્ય અર્પે છે. ભગવાન મહાવીરનો ઉપદેશ શાશ્વત અને સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. એટલું જ નહિ, એ પુરાતન સત્ય આજે પણ સાંપ્રત સમાજના સંદર્ભે સુસંગત છે, એ આશ્ચર્યની વાત છે ! અને તેથી તેને સર્વોચ્ચ વિજ્ઞાન કહી શકાય. મારા મતે ભગવાન મહાવીર અત્યાર સુધી વિશ્વએ જોયેલા સર્વોચ્ચ કોટિના વિજ્ઞાની છે. આપ આ લેખ વાંચશો તેમ તેમ મારી વાત સાથે સહમત થતા જશો. એમણે આપેલું જ્ઞાન, આજના આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે સુસંગત છે. દા.ત. ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શારીરિક સંરચનાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાન વગેરેના મૂળભૂત સિદ્ધાંતો સદીઓ પૂર્વે જૈન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે, જેનો આજના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સંપૂર્ણ મેળ મળે છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને આશ્ચર્યજનક વાત છે. ભગવાન મહાવીરે સૌપ્રથમ જ્ઞાન ત્રિપદીમાં મૂક્યું. ત્રિપદી સ્વરૂપ જળબિંદુમાં જાણે આખો શ્રત મહાસાગર સમાવી લીધો. એમ કહેવાય છે કે ત્રિપદીને ખોલતા જાવ તો તમામ શાસ્ત્રો ખૂલતાં જાય. પ્રભુ મહાવીર તેમના મુખ્ય શિષ્ય એવા ગણધર ભગવંતોને ત્રિપદી આપે છે. – ૧. ઉપને ઈ વા, ૨. વિગમે ઈ વા, ૩. ધુવે ઈ વા. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય સ્વરૂપે શાશ્વત છે અને પર્યાય રૂપે તેની ઉત્પત્તિ અને વિલય વચ્ચે એક એવું દ્રવ્ય અથવા સ્વરૂપ છે જે શાશ્વત તત્ત્વ સાથેના લયને ચૂકતું નથી. આ ત્રિપદીના આધારે સમગ્ર જૈનદર્શનની રચના થઈ છે અને તે ટક્યું છે તેમ કહી શકાય. તેમાં તમામ જ્ઞાન-વિજ્ઞાનો સમાવિષ્ટ છે. હકીકતમાં આધુનિક વિજ્ઞાન જૈનદર્શન અને તત્ત્વજ્ઞાનનો એક નાનકડો અંશ જ છે. અત્યારના વિજ્ઞાનમાં નિરૂપાયેલા અણુવિજ્ઞાનથી માંડી જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્રથી માંડીને કોસ્મોલોજી, ગતિના નિયમોથી માંડીને કણોની ગતિ, જીવોનું વર્ગીકરણ, ધ્વનિ અને તેની અસર, તપશ્ચર્યાથી શરીર પર થતી હકારાત્મક અસર, માનસશાસ્ત્રથી માંડી મનોચિકિત્સા – આ બધું જૈન તત્ત્વજ્ઞાનમાં ઠેર ઠેર પથરાયેલું જોવા મળે છે. એ જાણવું રસપ્રદ છે કે શાસ્ત્રોમાં ધર્મની ભાષામાં નર્યું વિજ્ઞાન ભરેલું છે. માનવજાતના ઉત્થાન માટે ધર્મ અને વિજ્ઞાનનો સુભગ સમન્વય થયો છે. જીવોનો મોક્ષ થાય એટલે જીવોની ગતિ મોક્ષ સુધી થાય. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મોક્ષવિદ્યામાં પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગતિના નિયમો. કોસ્મોલોજી વગેરે વિજ્ઞાનનું નિરૂપણ ક્યાં જરૂરી છે ? તેનો જવાબ એ છે કે જીવની ગતિ મોક્ષ સુધી કેવી રીતે થાય છે તે સમજવું હોય તો સર્વ જીવોનો તથા અજીવોનો અભ્યાસ જરૂરી છે. જીવની ગતિ સમજવા માટે જીવ તથા પદાર્થના ગતિના નિયમો જાણવા જોઈએ. જીવ હાલની સ્થિતિમાંથી મોક્ષે જાય તો ક્યાં ક્યાંથી પસાર થાય તે કોસ્મોલોજી દ્વારા સમજવું પડે. જીવ સિવાય બીજાં ક્યાં દશ્યો છે ? સમયની શી આવશ્યકતા છે તે જાણવું પડે. જીવની ગતિ માટે કયું માધ્યમ આવશ્યક છે તે જાણવું જોઈએ. આ કારણથી પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અણુ, ઊર્જા, પડુ દ્રવ્ય, નવ તત્ત્વ, કર્મવાદ, અનેકાન્તવાદ એમ અનેક શાસ્ત્રોની રચના જૈન ધર્મે કરી છે અને આખા અધ્યાત્મવાદને વિજ્ઞાનના સિદ્ધાંતો પર ઝીલ્યો છે. તીર્થંકર પરમાત્મા ભગવાન શ્રી મહાવીરસ્વામીએ વહાવેલી ઉપદેશ જ્ઞાનગંગા (દેશના)ને
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy