________________
જૈનધર્મ ઃ એક અદ્ભુત વિજ્ઞાન
ગણધર ભગવંતોએ આગમો રૂપે ઝીલી દ્વાદશાંગીની રચના કરી. આમાંની કેટલીક મહત્ત્વની વાતોને વાચક શ્રી ઉમાસ્વાતિએ (આશરે પ્રથમ સદી – ઈશુ પછી) સંકલિત કરી. તે ગ્રંથ ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર’. માનવજાતિનું એ કદાચ પ્રથમ વિજ્ઞાન-પુસ્તક કહી શકાય. તેમાં દશ અધ્યાય અર્થાત્ પ્રકરણ છે. મહામનીષી ઉમાસ્વાતિએ અત્યંત ગહન અભ્યાસ કરી તેના દોહન સ્વરૂપે સૂત્રાત્મક રીતે આ બધાં વિજ્ઞાનોને તેમાં સાંકળી લીધાં છે.
47
વાચક શ્રી ઉમાસ્વાતિજીએ પોતાને નમ્રતાથી લેખક નહીં પણ તે કાળે વિદ્યમાન જ્ઞાનના સંગ્રાહક અર્થાત્ સંકલનકાર જણાવે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી પણ તેમના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’માં વાચક શ્રી ઉમાસ્વાતિજીને શ્રેષ્ઠ સંગ્રાહક તરીકે નવાજ્યા છે. (૩૫૫માસ્વાતિ સંગૃહીતાર) ખૂબીની વાત એ છે કે આ એક વ્યક્તિનું મૌલિક સંશોધન નથી, પરંતુ સમગ્ર ભારતીય સમાજ તે સમયે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે ઉત્થાન પામેલો હતો.
જૈનદર્શનની આ બધી વાતો તત્ત્વાર્થાધિગમ સૂત્ર તથા આગમોમાંથી થોડીક વિહંગાવલોકન સ્વરૂપે જોવા પ્રયત્ન કરીશું.
(૧) મૂળભૂત વિજ્ઞાન જેમ કે પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે. (૨) વ્રત, તપસ્યા અંગેનું વિજ્ઞાન અને આહારવિજ્ઞાન.
(૩) તબીબી વિજ્ઞાન તથા શરી૨૨ચનાશાસ્ત્ર
(૪) અન્ય વિજ્ઞાનો જેમ કે પર્યાવરણ (Ecology), અર્થશાસ્ત્ર (Economics), કળા, સંગીત, ધ્વનિ, મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, લેશ્યાવિજ્ઞાન (Aura Science), જ્યોતિષશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન વગેરે.
સૌપ્રથમ મૂળભૂત વિજ્ઞાન તરીકે ભૌતિકશાસ્ત્રની વાત કરીશું. જૈનદર્શનમાં અણુને પદાર્થનો અવિભાજ્ય કણ કહ્યો છે, જેને આધુનિક વિજ્ઞાનના ૫૨માણુ (Atom) કરતાં પણ સૂક્ષ્મ અને જેનું પુનઃ વિભાજન ન થઈ શકે તેની ૫૨માણુ સંજ્ઞા આપવામાં આવી છે. દ્રવ્ય રૂપે અણુ એટલે કે પરમાણુ અવિભાજ્ય પણ તેને પર્યાયો (વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ) છે. તે જ રીતે કાળના અવિભાજ્ય અંશને સમય કહ્યો છે, જે વર્તમાન એક ક્ષણથી પણ અસંખ્યાતમા ભાગે સૂક્ષ્મ છે. આકાશનાં અવિભાજ્ય અંશને પ્રદેશ કહ્યો છે.
નીચેનાં અવતરણો વાચક શ્રી ઉમાસ્વાતિરચિત તત્ત્વાર્થસૂત્રમાંથી લીધાં છે. (૧) સ્રાવ: સ્થા૫। (અધ્યાય-૧, સૂત્ર-૨૬) પદાર્થ બે પ્રકારે છે : અણુ અને સ્કંધ. (૨) સંઘાતમેલેમ્પ ઉત્પદ્યન્તે । (અધ્યાય-૧, મૂત્ર-૨૬) સ્કંધ તો સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદ બન્નેથી ઉત્પન્ન થાય છે. (સંઘાત એટલે Fusion અને ભેદ એટલે Fission)
(૩) મેવાવનુઃ । (અધ્યાય-૬, મૂત્ર-૨૭) જ્યારે અણુ તો ભેદથી જ ઉત્પન્ન થાય છે અર્થાત્ અણુ અવિભાજ્ય છે, જેને આજે આપણે પરમાણુ કહીએ છીએ.
(૪) મેવસંધાતામ્યાં ચાક્ષુષા:। (અધ્યાય-૧, સૂત્ર-૨૮) ભેદ અને સંઘાતથી ચાક્ષુષ સ્કંધ બને છે અર્થાત્ સ્કંધ એ સંઘટન અને વિઘટનની સમન્વયપ્રક્રિયાને લીધે ચાક્ષુષ અર્થાત્ દૃષ્ટિમાન થાય છે.