________________
જૈનદર્શનઃ એક અદ્ભુત વિજ્ઞાન
જૈન ધર્મ અને તેનું તત્ત્વજ્ઞાન સહુથી વધુ પ્રાચીન, સૂક્ષ્મ અને સુસ્પષ્ટ છે. ભારતનાં અન્ય દર્શનો કરતાં પણ જૈનદર્શન વધુ પ્રાચીન છે. પ્રથમ તીર્થકર ઋષભદેવના ઉલ્લેખો વેદમાં અને પુરાણોમાં પ્રાપ્ત થાય છે અને જૈન ધર્મના દેવ-દેવીઓનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનો અને તેમના ચાતુર્યામ ધર્મનો ઉલ્લેખ બૌદ્ધ-પાલિ ત્રિપિટકમાં જોવા મળે છે. આ બધાને આધારે એ પુરવાર થાય છે કે અન્ય ધર્મો કરતાં જૈન ધર્મ વધુ પ્રાચીન છે.
જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન પૂર્ણ છે તેમજ તાર્કિક છે અને વૈજ્ઞાનિક પણ છે. એને આધારે વિશ્વ અને એની ગતિવિધિઓને જાણવી સરળ પડે છે. જૈનદર્શનમાં જિંદગી જીવવાની સારી અને સાચી રીત મળે છે. એ જ સચોટ જીવનશૈલી છે. તદુપરાંત આત્મા, કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતો અને મોક્ષ માટેનો વ્યવસ્થિત પથ બતાવ્યો છે. જૈન તત્ત્વદર્શનમાં કર્મનો સિદ્ધાંત અત્યંત સચોટ રીતે સમજાવ્યો છે. તેની પાસે અનોખો અનેકાન્તવાદ પણ છે. જૈનદર્શન સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક છે. તેનો મુખ્ય મંત્ર નવકારમંત્ર બિનસાંપ્રદાયિકતાનું અનોખું ઉદાહરણ છે. જૈન ધર્મમાં પર્યાવરણની સમતુલા વ્યવસ્થિત જળવાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જીવનના એક પરમ સત્ય એવા મૃત્યુની વ્યવસ્થિત તૈયારીની સાધનાપદ્ધતિ-સ્વરૂપ અનશન બતાવ્યું છે. જૈનદર્શનમાં પોતાના સિવાય અન્ય જીવોનું પણ લૌકિક અને લોકોત્તર તથા ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ કઈ રીતે કરી શકાય તેની અદ્ભુત પદ્ધતિ | સાધના બતાવી છે. (પરસ્પરોપગ્રહો નીવાનામ્ I) અને તે દ્વારા મોક્ષનો માર્ગ સૂચવ્યો છે. વિશેષતઃ આ માર્ગ
ડૉ. સુધીર શાહ