________________
ધીરજલાલ ડી. મહેતા
ઉત્તર : જીવ પણ અનાદિ છે અને કર્મ પણ અનાદિ છે. કોઈ પહેલું અને કોઈ બીજું આવો ક્રમ નથી. બંનેનો યોગ અનાદિનો છે. જેમ માટી અને સોનું બને ખાણમાં સાથે જ હોય છે તેમ આ પણ બંને અનાદિના સાથે જ છે.
સમયે સમયે આ જીવમાં મિથ્યાત્વાદિ હેતુઓ જેટલા પ્રમાણમાં વર્તતા હોય છે તેટલા પ્રમાણમાં જીવ વડે કાશ્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને કર્મ રૂપે રૂપાન્તરિત કરાય છે અને આત્માના પ્રદેશ પ્રદેશે બંધાય છે તેને કર્મ કહેવાય છે. તેના મુખ્યત્વે આઠ ભેદ છે અને પેટાભેદ ૧૨૦ (૧૨૨) (૧૪૮) (૧૫૮) છે.
કર્મના આઠ ભેદો (૧) જ્ઞાનાવરણીય કર્મ : આત્માના જ્ઞાનગુણને ઢાંકવાનું કામ કરનારું જે કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ. જેમ આંખના આડો પાટો હોય તો આંખે કંઈ પણ દેખાય નહીં, તેમ આત્મામાં જ્ઞાનશક્તિ હોય છે તોપણ જ્ઞાનાવરણીય કર્મથી આ શક્તિ ઢંકાઈ જાય છે. તેના પાંચ ભેદ છે.
: - (૨) દર્શનાવરણીય કર્મ : આત્માના દર્શનગુણને ઢાંકનારું જે કર્મ છે. આ કર્મ દ્વારપાળ જેવું છે. જેમ દ્વારપાળ આવનારા માણસને દરવાજા બહાર રોકી રાખે તો તે આવનાર માણસ રાજાને ન મળી શકે તેમ જે કર્મ આત્માના દર્શનગુણને ઢાંકે જેનાથી આ જીવ ઘટ-પટ આદિ પદાર્થને ન જોઈ શકે તે.
(૩) વેદનીય કર્મ : જે કર્મ સુખ રૂપે અને દુઃખ રૂપે આત્મા દ્વારા અનુભવાય, ભોગવાય તે વેદનીય કર્મ. મધથી લેપાયેલી તરવારની ધાર જેવું. મધ આવે ત્યાં સુધી સુખ ઊપજે અને તે જ તરવારથી જ્યારે ચાટતા ચાટતાં જીભ કપાય ત્યારે દુઃખ ઊપજે. તેમ આ સંસારમાં શાતા પછી અશાતા અને અશાતા પછી શાતાનો અનુભવ થાય છે. આ વેદનીય કર્મ છે.
(૪) મોહનીય કર્મ : આ કર્મ દારૂ જેવું છે. જેમ દારૂ પીધેલો મનુષ્ય હિતાહિતને જાણતો નથી, કર્તવ્યાકર્તવ્યનું તેને ભાન નથી તેવી જ રીતે મોહનીય કર્મ આ આત્માને વિવેકહીન બનાવે છે. મોહાન્ધ થયેલો જીવ કર્તવ્ય અને અકર્તવ્યનું ભાન ભૂલી જાય છે.
(૫) આયુષ્ય કર્મ : આ કર્મ પગમાં નંખાયેલી બેડી તુલ્ય છે. જેમ પગમાં નંખાયેલી બેડીથી જીવ બંધાઈ જાય છે, મુદત પહેલાં તેમાંથી બહાર નીકળી શકતો નથી તે રીતે આયુષ્ય કર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જીવ ચાલુ ભવથી બીજા ભવમાં જઈ શકતો નથી.
(૯) નામ કર્મ ચિતારા જેવું છે. જેમ ચિતારો રંગબેરંગી ચિત્ર દોરે છે તેમ નામ કર્મ દરેક જીવોને જુદા જુદા સ્વરૂપે શરીર આદિ બનાવી આપે છે. કોઈ જીવ દેવ રૂપે, કોઈ જીવ માનવ રૂપે, કોઈ જીવ પશુ-પક્ષી રૂપે અને કોઈ જીવ નારકી રૂપે શરીર આદિ બનાવે છે.
(૭) ગોત્ર કર્મ : આ કર્મ કુંભાર જેવું છે. જેમ કુંભાર સારા-નરસા ઘડા બનાવે છે તેમ આ કર્મ જીવને ઊંચાં કુળોમાં અને નીચાં કુળોમાં લઈ જાય છે. રાજ કુળ અને તુચ્છકુળમાં પણ લઈ જાય છે. માટે આ કર્મ કુંભાર જેવું છે.