________________
જૈનદર્શનમાં કર્મવાદ
S9
ખીચોખીચ ભરેલાં છે. - મિથ્યાત્વ - અવિરતિ – પ્રમાદ - કષાય અને યોગ આ પાંચ પ્રકારનાં કારણો આ જીવમાં જ્યારે પ્રગટે છે ત્યારે તે કારણોને લીધે આ જીવ કાર્મણ વર્ગણા ગ્રહણ કરીને તેનું કર્મ સ્વરૂપે રૂપાન્તર કરે છે અને તે કર્મ આત્મા સાથે એકમેક થાય છે.
આ જીવમાં મિથ્યાત્વાદિ પાંચ કારણોમાંનું કોઈ પણ કારણ વિદ્યમાન હોય તેનાથી જીવ કાર્મણા વર્ગણાને ગ્રહણ કરીને તેનું કર્મ બતાવે છે તે કર્મ આત્માની સાથે પ્રદેશ પ્રદેશે ચોંટી જાય છે. તેનું ફળ ન આપે ત્યાં સુધી આત્માથી તે કર્મ વિખૂટું પડતું નથી એટલે મિથ્યાત્વાદિ બંધહેતુઓ દ્વારા જીવ વડે ગ્રહણ કરાયેલી કાર્મણ વર્ગણાનું રૂપાન્તરિત થયેલું જે સ્વરૂપ તેને જ કર્મ કહેવાય છે. આ જીવ જ્યારે કાશ્મણ વર્ગણાને કર્મ સ્વરૂપે રૂપાન્તરિત કરે છે ત્યારે તે પુદ્ગલ દ્રવ્યમાં ચાર ગુણધર્મો ઉત્પન્ન કરે છે : (૧) પ્રકૃતિ, (૨) સ્થિતિ, (૩) અનુભાગ (રસ) અને (૪) પ્રદેશ. એમ ચાર પ્રકારનો બંધ આ જીવ કરે છે.
(૧) પ્રકૃતિબંધ : એટલે કે બાંધેલું આ કર્મ જીવને શું ફળ આપશે તેનું નક્કી થયું છે. કોઈ કર્મ જ્ઞાનગુણને ઢાંકશે, તેથી તેનું નામ જ્ઞાનાવરણીય. કોઈ કર્મ આત્માના દર્શનગુણને ઢાંકશે, તેથી તેનું નામ દર્શનાવરણીય કર્મ. આમ તેવી તેવી પ્રકૃતિ નક્કી કરવી તે પ્રકૃતિબંધ.
(૨) સ્થિતિબંધ : એટલે કે બંધાયેલું આ કર્મ આત્મા સાથે કેટલો ટાઇમ રહેશે ? આમ કાળમાનનું નક્કી થયું તે સ્થિતિબંધ.
(૩) રસબંધ એટલે કે આ કર્મ કેટલા જુસ્સાથી જીવને પોતાનું ફળ બતાવશે. આમ પાવરનું નક્કી થવું તે રસબંધ.
(૪) પ્રદેશબંધ એટલે કે જે કર્મ બંધાય છે તેમાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો કેટલાં ગ્રહણ કર્યા ? તે પુગલોના પ્રમાણનું નક્કી થયું તે પ્રદેશબંધ.
એક જ સમયમાં જીવ વડે ગ્રહણ કરાયેલી આ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલ દ્રવ્યોમાં ઉપરોક્ત ચાર પ્રકારના ગુણધર્મો નક્કી કરાય છે, તેને કર્મબંધ કહેવાય છે. (૧) જેમ કે લોટ દ્વારા લાડુ બનાવવામાં આવે ત્યારે લોટમાં ગોળ-ઘી આદિ દ્રવ્યો નાખીને મીઠાઈ આદિ કરાય તેમ કાર્મણ વર્ગણાના પુદ્ગલ દ્રવ્યોમાં જ્ઞાનને ઢાંકવાનો, દર્શનને ઢાંકવાનો સ્વભાવ ઉત્પન્ન કરાય તે પ્રકૃતિબંધ. (૨) આ કર્મ આત્મા સાથે કેટલો ટાઇમ રહેશે ? તેના કાળમાપનું નક્કી થયું તે સ્થિતિબંધ. જેમ કોઈ લાડુ પાંચ દિવસ સારો રહે અને કોઈ લાડુ મહિના સુધી પણ સારા રહે. તેમ અહીં કાળમાન નક્કી થવું તે સ્થિતિબંધ. (૩) જેમ કોઈ લાડુ થોડો ગળ્યો અને કોઈ લાડુ વધારે ગળપણવાળો હોય તેમ કોઈ કર્મ જીવને સુખ આપનાર અને કોઈ કર્મ આત્માને દુ:ખ આપનાર હોય આમ નક્કી થયું તે રસબંધ. (૪) કર્મના પરમાણુઓ કોઈકમાં થોડા લેવા, કોઈકમાં ઘણા લેવા. જેમ કે કોઈક લાડુ નાનો બનાવાય અને કોઈક લાડુ મોટો બનાવાય તે પ્રદેશબંધ.
પ્રશ્ન : જીવ પહેલો કે કર્મ પહેલું ? આ બંનેમાં પ્રથમ કોણ હતું ? અને પછી બીજું ક્યારથી શરૂ થયું ?