________________
જૈનદર્શનમાં કર્મવાદ
અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતોએ કેવળજ્ઞાનથી જગતનું યથાર્થ સ્વરૂપ જોયા પછી સંસારી જીવોને તે સ્વરૂપ દેશના દ્વારા સમજાવ્યું. તેમાં સંસારી જીવોને દુઃખ-સુખ અપાવનારું ‘કર્મ” નામનું એક તત્ત્વ છે આમ સમજાવ્યું. જેનું ઘણું વિસ્તૃત વર્ણન કર્મપ્રવાદ' નામના પૂર્વમાં છે. તેની અતિશય સંક્ષિપ્ત સમાલોચના આ પ્રમાણે છે.
સર્વે પણ આત્મા મૂલ સ્વરૂપે સિદ્ધ પરમાત્માની સમાન અનંતઅનંત ગુણોના સ્વામી છે. શુદ્ધ કંચન સમાન શુદ્ધ આત્મદ્રવ્ય છે. પરંતુ તેના પ્રદેશ પ્રદેશે પોતાની પૂર્વબદ્ધ મિથ્યાત્વ-અવિરતિ આદિ દોષોના કારણે મલિનતા છે. તેનાથી નવાં નવાં કર્મો બંધાય છે. આમ આ જીવ અને કર્મની વચ્ચે અન્યોન્ય સંબંધનું ચક્ર ચાલ્યા જ કરે છે.
પ્રશ્ન : “કર્મ એ વસ્તુ છે ? જીવ છે કે અજીવ છે ?
ઉત્તર : “કર્મ' એ કોઈ જીવ પદાર્થ નથી, પરંતુ અજીવ પદાર્થ છે. પરમાત્માએ પાંચ અજીવ દ્રવ્યો કહ્યાં છે : (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ અને (૫) પગલાસ્તિકાય. આ પાંચ અજીવ દ્રવ્યો છે. તેમાં પ્રથમનાં ચાર અરૂપી છે અને છેલ્લું પુદ્ગલાસ્તિકાયરૂપી દ્રવ્ય છે. તેમાં જે પગલાસ્તિકાય નામનું પાંચમું દ્રવ્ય છે તેના આઠ પેટા ભેદ છેઃ (૧) દારિક વર્ગણા, (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણા (૪) તૈજસુ વર્ગણા (૫) શ્વાસોશ્વાસ વર્ગણા (૯) ભાષા વર્ગણા, (૭) મનો વર્ગણા, (૮) કાર્પણ વર્ગણા. પછીની વર્ગણા વધારે વધારે સૂક્ષ્મ છે અને ઘણા ઘણા પરમાણુઓની બનેલી છે. તેમાંથી જે કાર્મણ વર્ગણા આઠમી છે તેને આપણો જીવ ગ્રહણ કરે છે અને તેનું જ્ઞાનાવરણીયાદિ કર્મ રૂપે રૂપાન્તર કરે છે. આઠ વર્ગણાનાં પુદ્ગલો સમસ્ત લોકમાં ભરેલાં છે,
ધીરજલાલ ડી.
મહેતા