________________
ભારતીય પ્રતિમાવિધાન
તેઓની વિગત આ પ્રમાણે છે :
નામ
વિપશ્યી
શિખી
વિશ્વભૂ
બુદ્ધશક્તિ
બોધિસત્ત્વ
વિપશ્યન્તી મહાપતિ
શિખિમાલિની રત્નધરા
વિશ્વધરા
કકુચછન્દ કકુતી
કનકમુનિ
કંઠમાલિની
કશ્યપ
મહીધરા
શાક્યસિંહ
યશોધરા
૧.
૨.
૩.
૪.
આકાશગંજ
શકમંગલ
.૫.
કનકરાજ
ધર્મધર
આનંદ
માનુષી બુદ્ધો ઉપરાંત ત્રણ બોધિસત્ત્વોની પણ ઉપાસના થાય છે ઃ મંજુશ્રી, મૈત્રેય અને અવલોકિતેશ્વરની. મંજુશ્રીનાં ૧૩ સ્વરૂપ છે જ્યારે અવલોકિતેશ્વરનાં ૧૫ સ્વરૂપ છે.
બોધિસત્ત્વ મૈત્રેયનો વર્ણ પીળો છે. એ ધ્યાની બુદ્ધ અમોઘસિદ્ધિમાંથી આવિર્ભાવ પામેલા છે. એમનું લાંછન કળશ કે ચક્ર હોય છે. ઊભેલી અવસ્થામાં એ ભારે વસ્ત્રાભૂષણો તથા જમણા હાથમાં અનાર્ય પદ્મ ધારણ કરે છે. બેઠેલી અવસ્થામાં એ કાં તો પલાંઠી વાળેલ હોય છે અથવા એમના પગ લટકતા હોય છે. એમના મસ્તકની પાછળના પ્રભામંડળમાં પાંચ ધ્યાની બુદ્ધોની આકૃતિઓ કંડારી હોય છે. મૈત્રેય ભાવિ બુદ્ધ છે. સમય વીત્યે તેઓ ધર્મનું રક્ષણ કરવા તુષિત સ્વર્ગથી પૃથ્વી પર અવતરશે એવું મનાય છે.
37
બૌદ્ધ ધર્મમાં દેવી ‘તારા’ નામે પૂજાય છે. તારા એટલે સંસાર-સાગરને પાર કરનાર દેવી. તારા ભીષણ સ્વરૂપ ધરાવે છે. એને ૪ હાથ હોય છે. એના ઉપલા બે હાથમાં કર્તરી મુદ્રા અને કપાલ હોય છે, જ્યારે નીચલા બે હાથમાં ખડ્ગ અને નીલકમલ હોય છે. ગુજરાતમાં તારંગા પર્વત પર તારણમાતાનું મંદિર આવેલું છે. તારાની પ્રતિમાઓ ઉત્તર ભારત, તિબેટ, નેપાળ અને ચીનમાં વ્યાપક છે.
આમ હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં અનેકવિધ પ્રતિમાઓ ઘડાય છે ને ભક્તિભાવપૂર્વક આરાધાય છે.
સંદર્ભસૂચિ
અમીન જે. પી., ‘ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન', અમદાવાદ, ૧૯૮૩ આચાર્ય નવીનચંદ્ર, ‘બૌદ્ધમૂર્તિવિધાન’, અમદાવાદ, ૧૯૭૮
દવે, કનૈયાલાલ ભા. ‘ગુજરાતનું મૂર્તિવિધાન’, અમદાવાદ, ૧૯૬૩
શુક્લ, જયકુમાર (સંપા.) : ‘હિંદુ મૂર્તિવિધાન', અમદાવાદ, ૧૯૭૪, ‘જૈન મૂર્તિવિધાન',
અમદાવાદ, ૧૯૮૦
સાવલિયા રામજીભાઈ, ‘ભારતીય પ્રતિમાવિધાન’, અમદાવાદ, ૨૦૦૮