SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 36 હરિપ્રસાદ શાસ્ત્રી દરેક તીર્થંકરની સેવા કરવા માટે એમની જમણી બાજુએ એક યક્ષ અને ડાબી બાજુએ એક યક્ષિણી હોય છે. દરેક તીર્થકરને પોતપોતાનાં અલગ અલગ યક્ષ-યક્ષિણી હોય છે. દાખલા તરીકે ઋષભદેવના યક્ષ ગોમુખ, પાર્શ્વનાથના ધરણેન્દ્ર અને મહાવીર સ્વામીના યક્ષ માતંગ છે. દરેક યક્ષ તથા યક્ષિણી પોતપોતાની વિશિષ્ટ મુદ્રાઓ ધરાવે છે. વળી દરેક યક્ષ અલગ અલગ વાહન ધરાવે છે ને એમના હસ્તોની સંખ્યા પણ અલગ અલગ હોય છે. જૈન ધર્મમાં આ ઉપરાંત ૧૪ વિદ્યાદેવીઓની પ્રતિમાઓ પણ પ્રચલિત છે. આ વિદ્યાદેવીઓની અધિષ્ઠાત્રી શ્રુતદેવી (સરસ્વતી) છે. એ દ્વિભુજ કે ચતુર્ભુજ હોય છે. બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ અપાર મહિમા ધરાવે છે. એ સંપ્રદાયમાં બે પ્રકારના બુદ્ધની ઉપાસના થાય છે : ૧. ધ્યાની બુદ્ધ અને ૨. માનુષી બુદ્ધ. ધ્યાની બુદ્ધો સ્વયંભૂ બુદ્ધો છે. તેઓને બોધિસત્ત્વની કક્ષામાંથી પસાર થવું પડતું નથી. ધ્યાની બુદ્ધો મુખ્યત્વે પાંચ છે : વૈરોચન, અક્ષોભ્ય, રત્નસંભવ, અમિતાભ અને અમોઘસિદ્ધિ. આગળ જતાં એમાં વજસત્ત્વનો ઉમેરો થયો. પાંચેય ધ્યાની બુદ્ધો દેખાવે એકસરખા લાગે છે, પરંતુ તેઓની મુદ્રાઓ, વાહનો, વર્ણો વગેરેમાં વિગતભેદ રહેલો છે. દરેક ધ્યાનીબુદ્ધ બેવડા વિકસિત કમળ ઉપર ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા હોય છે. એમના દેહનો ઘણો ભાગ વસ્ત્રથી ઢંકાયેલો હોય છે. એમનો જમણો હાથ ખુલ્લો હોય છે. દરેક ધ્યાની બુદ્ધને એકેક શક્તિ હોય છે, એ “બુદ્ધશક્તિ' કહેવાય છે. બુદ્ધશક્તિ દ્વારા બુદ્ધ પોતાના બોધિસત્ત્વનું સર્જન કરે છે. બુદ્ધશક્તિ લલિતાસનમાં વિરાજે છે. એ પોતાના જમણા હાથમાં કમળ ધારણ કરે છે. એમનો ડાબો હાથ અભય મુદ્રામાં હોય છે. ધ્યાની બુદ્ધની પ્રતિમાઓનું વિગતવાર નિરૂપણ આ પ્રકારનું છે : નામ વર્ણ મુદ્રા વાહન ચિહ્ન વૈરોચન શુક્લ ધર્મચક્ર નાગ ચક્ર અક્ષોભ્ય નીલ ભૂમિસ્પર્શ ગજ વજ રત્નસંભવ વરદમુદ્રા અમિતાભ ૨ક્ત સમાધિમુદ્રા મયૂર પદ્મ અમોઘસિદ્ધિ શ્યામ અભયમુદ્રા ગરુડ વિશ્વવજ માનુષી બુદ્ધનું લક્ષણ એ છે કે એમને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હોય છે ને એમણે નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હોય છે. માનુષી બુદ્ધો સાત છે. એ બધા યોગાસનમાં બિરાજે છે. એમનો જમણો હાથ ભૂમિસ્પર્શ મુદ્રામાં હોય છે. દરેક માનુષી બુદ્ધને પોતપોતાની બુદ્ધિશક્તિ અને પોતપોતાનાં બોધિસત્ત્વ હોય છે. પીત સિંહ રત્ન :
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy