________________
ઉo
નગીન જી. શાહ
છે અને ચિત્ત જ દ્રષ્ટા છે. ચિત્તમાં સાંખ્ય જ્ઞાન ઉપરાંત જે સુખાદિ ધર્મો માન્યા છે તેમને તો જૈનો પણ ચિત્તમાં માને છે. જૈન ચિંતકોએ આત્મતત્ત્વનો તો અસ્વીકાર કર્યો પરંતુ “આત્મા’ નામનો
સ્વીકાર કરી લીધો અને ચિત્તતત્ત્વને “આત્મા' નામ આપી ભ્રમ ઊભો કર્યો કે જેનો આત્મવાદી છે. જૈનો આત્મવાદી નથી. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્ત આત્મવાદી છે, તે બધાં કૂટનિત્ય અને વિભુ આત્મતત્ત્વને માને છે; જ્યારે જૈનો અને બૌદ્ધો અનાત્મવાદી છે. જૈનો અને બૌદ્ધો ચિત્તને જ માને છે. માત્ર બૌદ્ધો જ નહીં પણ જૈનો પણ અનાત્મવાદી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે મૂળ એક જ શ્રમણ પરંપરાની તે બે શાખાઓ છે. બૌદ્ધોની જેમ જ જૈનો પણ ચિત્તને જ માને છે. જૈન પરંપરામાં પ્રસિદ્ધ સચિત્ત-અચિત્તનું દ્વન્દ્ર આ વાતનું સમર્થન કરે છે. વળી, પુત્તિ જેવા શબ્દપ્રયોગો પણ દર્શાવે છે કે જે ચેતનતત્ત્વને જૈન પરંપરા માને છે તે આત્મતત્ત્વ નથી પણ ચિત્તતત્ત્વ જ છે.
સાંખ્યદર્શન અનુસાર ચિત્ત બાહ્ય ઘટપટાદિ વિષયોને તે વિષયોના આકારે પરિણમીને જાણે છે અને આંતર વિષય આત્માને (પુરુષને) આત્માના આકારે પરિણમીને જાણે છે. ચિત્તના વિષયાકાર પરિણામને જ ચિત્તવૃત્તિ કે જ્ઞાન કહેવામાં આવે છે. ઘટજ્ઞાન એ ચિત્તનો ઘટાકાર પરિણામ છે. આ ચિત્તવૃત્તિને (જ્ઞાનને) આત્મા પ્રતિબિંબ રૂપે ધારણ કરે છે. આ રીતે આત્મા ચિત્તવૃત્તિનું ગ્રહણ કરે છે, દર્શન કરે છે. આમ આત્માના દર્શનનો વિષય છે ચિત્તનો વિષયાકાર પરિણામ (= ચિત્તવૃત્તિ = જ્ઞાન). બધી પારિભાષિકતાને બાજુએ રાખીએ તો આ બધાનો સીધો અર્થ એ થાય કે બાહ્ય કે આંતર વિષયનો બોધ એ જ્ઞાન, અને બાહ્ય કે આંતર વિષયના જ્ઞાનનું જ્ઞાન એ દર્શન. આમ જ્ઞાન અને દર્શનની તદ્દન ભિન્ન શ્રેણી છે, ભિન્ન પાયરી છે. તેમનો શાબ્દિક આકાર કેવો હોય એ જોઈએ. હું ઘટને જાણું છું” આ જ્ઞાનના શાબ્દિક આકારનું દૃષ્ટાન્ત છે અને “મને ભાન છે કે મને ઘટજ્ઞાન થયું છે” આ દર્શનના શાબ્દિક આકારનું દૃષ્ટાંત છે. સંસ્કૃતમાં કહીએ તો ‘દં ઘટં નાનામ” આ જ્ઞાન કહેવાય અને “દાને કિ ગતિનિતિ મર્દ નાનામ' આ દર્શન કહેવાય. અંગ્રેજીમાં, 'I know a pot - આ જ્ઞાન છે', જ્યારે ‘I am conscious of the fact that I know a pot' - આ દર્શન છે. આમ જ્ઞાન અને દર્શન એ બે તદ્દન ભિન્ન કોટિના બોધ છે.
સાંખ્ય પરિભાષા અને પ્રક્રિયા અનુસાર ચિત્ત જેવું વિષયના આકારે પરિણમે છે કે તરત જ વ્યવધાન વિના ચિત્તનો વિષયાકાર પરિણામ (= ચિત્તવૃત્તિ = જ્ઞાન) આત્મામાં પ્રતિબિંબિત થાય છે (દર્શન). જેનું ચિત્ત છે તે આત્મા સદા ચિત્તની આગળ દર્પણની જેમ ઉપસ્થિત છે એટલે ચિત્ત જે આકાર પરિણામ દ્વારા ધારણ કરે છે તે તરત જ વિના વ્યવધાન આત્મામાં પ્રતિબિંબિત થાય છે. અર્થાત્ સાંખ્યદર્શન અનુસાર ચિત્તવૃત્તિ અર્થાત્ જ્ઞાન આત્માને સદા જ્ઞાત (દષ્ટ) છે.૧૪ ચિત્તવૃત્તિ (જ્ઞાન) આત્માથી એક ક્ષણ પણ અજ્ઞાત (અષ્ટ) રહેતી નથી. અર્થાત્ વિષયનું જ્ઞાન થતાંવેંત જ તે જ્ઞાન આત્મા વડે દેખાઈ જાય છે, જ્ઞાન અને દર્શન વચ્ચે એક ક્ષણનું પણ વ્યવધાન હોતું નથી. એટલે કહી શકાય કે જ્ઞાન અને દર્શન યુગપતું છે. પરંતુ જ્ઞાન વિના જ્ઞાનનું દર્શન થતું નથી કેમ કે જ્ઞાન સ્વયં દર્શનનો વિષય છે. જ્ઞાન થતાં જ જ્ઞાનનું દર્શન થાય છે એટલે ભલે કાલિક ક્રમ ન હોય પણ તાર્કિક ક્રમ તો છે, તાર્કિક ક્રમમાં પહેલાં જ્ઞાન અને પછી દર્શન એવો ક્રમ છે.