________________
જેનદર્શનમાં જ્ઞાન-દર્શનની સમસ્યા
બધી સાંખ્યની પરિભાષા અને પ્રક્રિયા દૂર કરી તેના શુદ્ધ રૂપમાં સમજવામાં આવે તો સાંખ્યદર્શનની જ્ઞાન-દર્શનની માન્યતા જૈનોનાં જ્ઞાન-દર્શનને સમજવામાં અને આગમોમાં આવતી પદાવલી “ગાળ પાસના ક્રમ દ્વારા છદ્મસ્થ (સામાન્ય જન) અને કેવલી બંનેની બાબતમાં સર્વસામાન્યપણે સૂચવાતા જ્ઞાન અને દર્શનના એકસરખા ક્રમનો ખુલાસો કરવામાં ઘણી સહાય કરી શકે છે. . સાંખ્યદર્શનમાં સૂચવ્યું છે કે ઘટપટાદિ વિષયનો બોધ એ જ્ઞાન છે અને આ જ્ઞાનનું જ્ઞાન એ દર્શન છે. આ જ અર્થ જૈનદર્શનમાં હોવાનો ભારે સંભવ છે. આગમોમાં આવતાં “નાળ પાસવાળાં વાક્યો દર્શાવે છે કે વાક્યોનો કર્તા છદ્મસ્થ હોય કે કેવલી તે પહેલાં જાણે છે અને પછી દેખે છે. નાગ પાસ' સાથે ગુજરાતી ભાષામાં વપરાતો “જાણીજોઈને' શબ્દપ્રયોગ સરખાવવા જેવો છે. મારી સ્થાપના એ નથી કે “નાગ પાસ'માંથી ગુજરાતી “જાણીજોઈને' શબ્દપ્રયોગ ઊતરી આવ્યો છે. મારે તો એટલું જ કહેવું છે કે બંનેમાં ધાતુઓ એક જ છે અને ક્રમ પણ એકસરખો છે. જાણીજોઈને'માં પ્રથંમ જાણવાની ક્રિયા અને પછી જોવાની ક્રિયા એવો ક્રમ સ્પષ્ટ છે. અહીં જાણવા કરતાં જોવામાં કંઈક વિશેષ છે એ સ્પષ્ટપણે સૂચિત થાય છે. જોવામાં સભાનતા એ વિશેષ છે અને જ્ઞાનનું જ્ઞાન અર્થાત્ દર્શન એ સભાનતા સાથે બરાબર બંધ બેસે છે. એટલે લાગે છે તો એવું કે જ્ઞાન અને દર્શનનો આવો અર્થ અભિપ્રેત હોવો જોઈએ, અને એ અર્થ લેતાં સર્વસામાન્યપણે છદ્મસ્થ અને કેવલીને પહેલાં જ્ઞાન અને પછી દર્શન એવો ક્રમ (કાલિક નહીં તો છેવટે તાર્કિક) સ્વીકારવો જોઈએ.
પરંતુ ઉત્તરકાલીન તર્કયુગમાં જૈનદર્શને તો એવું માન્યું કે જ્ઞાનનું જ્ઞાન ચિત્તને (આત્માને) નહીં પણ જ્ઞાનને થાય છે. ઘટાદિનું જ્ઞાન પોતે જ ઘટાદિના જ્ઞાનને જાણે છે. જ્ઞાન પોતે જ પોતાને જાણે છે. અર્થાત્ જ્ઞાન પોતે જ પોતાનું સંવેદન કરે છે. આમ જૈન તાર્કિકોએ જ્ઞાનના જ્ઞાન માટે સ્વસંવેદન માન્યું. પરંતુ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તો આગમોમાં ક્યાંય “સંવેવન (સંવેવન)' શબ્દ આવતો નથી કે સ્વસંવેદનની વિભાવના મળતી નથી. તર્કયુગમાં જ્યારે ભારતીય તાર્કિકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્ઞાનનું જ્ઞાન કેવી રીતે થાય છે ત્યારે ભિન્ન ભિન્ન દર્શનના તાર્કિકોએ ભિન્ન ભિન્ન ઉત્તરો આપ્યા. ન્યાયવૈશેષિક ચિંતકોએ કહ્યું કે જ્ઞાન પોતે પોતાને જાણતું નથી પરંતુ જ્ઞાન અનુવ્યવસાયરૂપ બીજા જ્ઞાનથી જ્ઞાત થાય છે, આ અનુવ્યવસાય માનસપ્રત્યક્ષરૂપ છે. મીમાંસકોએ કહ્યું કે જ્ઞાનનું જ્ઞાન જ્ઞાનના વિષયમાં આવેલી જ્ઞાતતા ઉપરથી અનુમિત થાય છે. સાંખ્યોએ કહ્યું કે જ્ઞાનનું જ્ઞાન એક વિશિષ્ટ પ્રકારના બોધરૂપ દર્શનથી થાય છે અને જૈન તાર્કિકોએ કહ્યું કે જ્ઞાનનું જ્ઞાન સ્વસંવેદનરૂપ છે, જ્ઞાન સ્વસંવેદી છે, જ્ઞાન પોતે જ પોતાને જાણે છે. આ જૈન માન્યતાનું ખંડન કેટલાકે એમ કહીને કર્યું કે આ જૈન માન્યતામાં કર્તકર્મવિરોધનો દોષ આવે છે, એક જ ક્રિયાનો કર્તા અને કર્મ એક હોઈ શકે નહીં, ગમે તેટલો કુશળ નટ હોય તો પણ તે પોતે પોતાના ઉપર (પોતાના ખભા ઉપર) ચડી શકે નહીં, ગમે તેટલી ધારદાર તલવાર હોય તોપણ તે પોતે પોતાને કાપી શકે નહીં. જૈન તાર્કિકોએ દીપકના દૃષ્ટાંતથી આ આપત્તિ ટાળી. પરંતુ શું જ્ઞાન પોતે પોતાને જાણે છે એમ જૈનો માની શકે ? જ્ઞાન તો ચિત્તનો (આત્માનો) ગુણ છે અને તે ચિત્તમાં રહે છે. હવે જો જ્ઞાન પોતે પોતાને જાણતું હોય તો જ્ઞાનમાં પણ જ્ઞાનગુણ માનવો પડે. જ્ઞાન સ્વયં ગુણ છે અને જ્ઞાનમાં