________________
જૈનદર્શનમાં જ્ઞાન-દર્શનની સમસ્યા
યોગીઓમાં હોય છે એમ કહેવું યથાર્થ છે. એનું કારણ એ છે કે એન્દ્રિયક બોધમાં નિર્વિચાર દર્શન પહેલું અને સવિચાર જ્ઞાન પછી જ થાય છે. પરંતુ ધ્યાનોની બાબતમાં સવિચાર ધ્યાન પ્રથમ અને નિર્વિચાર ધ્યાન પછી થાય છે. જૈન”, બૌદ્ધ અને પાતંજલ યોગમાં આ સ્વીકારાયેલ છે અને બુદ્ધિગમ્ય પણ છે. તેથી સવિચાર ધ્યાનમાં જે સવિચાર બોધ હોય છે તે જ્ઞાન અને નિર્વિચાર ધ્યાનમાં જે નિર્વિચાર બોધ હોય છે તે દર્શન. આમ ઐન્દ્રિયક કોટિમાં દર્શન પહેલાં અને જ્ઞાન પછી જ્યારે ધ્યાનની યૌગિક કોટિમાં જ્ઞાન પહેલાં અને દર્શન પછી એવો ઊલટો ક્રમ હોય છે. પરંતુ જૈનો સવિચાર ધ્યાનમાં જે સવિચાર બોધ હોય છે તેને કેવળજ્ઞાન માનતા નથી અને નિર્વિચાર ધ્યાનમાં જે નિર્વિચાર બોધ હોય છે તેને કેવળદર્શન માનતા નથી."
(C) વીરસેન આચાર્ય પખંડાગમની પોતાની ધવલાટીકામાં કહે છે કે સામાન્યવિશેષાત્મક બાહ્ય અર્થનું ગ્રહણ જ્ઞાન છે અને સામાન્યવિશેષાત્મક સ્વરૂપનું ગ્રહણ દર્શન છે. અર્થાત્ સ્વગ્રાહી દર્શન અને પરગ્રહી જ્ઞાન.૧૨
આ મત સ્વીકારતાં આગમવાક્યોની પદાવલીમાં આવતાં “નાગ પાસ' એ બે પદો જ્ઞાન અને દર્શન બંનેનો વિષય એક નહિ પણ ભિન્ન છે એ માનવા ફરજ પાડે, જે તદ્દન અયોગ્ય છે. ખરેખર તો ‘નાપસવાળા પ્રત્યેક આગમવાક્યનું કર્મ (object) એક જ છે, અને તે કર્મને વાક્યનો કર્તા જાણે પણ છે અને દેખે પણ છે. એટલે જ્ઞાનનો અને દર્શનનો વિષય ભિન્ન છે એવી વાત ઘટતી નથી. વિષયભેદે જ્ઞાન-દર્શનનો ભેદ સમજાવવો યોગ્ય નથી. સ્વરૂપભેદે તેમનો ભેદ સમજાવવો જોઈએ.
વળી, આગમોમાં અનેક વાક્યોના કર્તાની બાબતમાં કહ્યું છે કે તે જાણે છે અને દેખે છે (ઝાળ; પાસર)' - તેમનો કર્તા છબસ્થ અર્થાત્ સામાન્ય જન હોય કે કેવલી હોય. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય જન અને કેવલી બંનેની બાબતમાં જ્ઞાન અને દર્શનનો એકસરખો ક્રમ જ છે – પહેલાં જ્ઞાન અને પછી દર્શન. પરંતુ આ અંગે જૈન ચિંતકોએ વિશેષ વિચારણા કરી નથી અને ખોળી કાઢ્યું નથી કે જ્ઞાન અને દર્શનનું કેવું સ્વરૂપ હોય તો આગમની પદાવલીમાં આવતો આ ક્રમ સર્વસાધારણપણે સૌની બાબતમાં ઘટે.
ભારતીય દર્શનોમાં બીજે ક્યાંય જ્ઞાન અને દર્શન બે ભિન્ન શક્તિઓનો સ્વીકાર છે? જો હોય તો તેમનો સ્વરૂપભેદ કેવો છે ? જ્ઞાનનું સ્વરૂપ કેવું છે ? દર્શનનું સ્વરૂપ કેવું છે? તેમનો ક્રમ કેવો છે ? ભારતીય દર્શનોમાં સાંખ્યદર્શનને અધિક પ્રાચીન માનવામાં આવે છે. ત્યાં જ્ઞાન અને દર્શનનો બે સાવ ભિન્ન શક્તિઓ તરીકે સ્વીકાર છે. તે બંને પરસ્પર એટલાં તો ભિન્ન છે કે તેમના ધારક તરીકે કોઈ એક તત્ત્વ સ્વીકારાયું નથી. સાંખ્ય મતે જ્ઞાનનો ધારક ચિત્ત છે અને દર્શનનો ધારક આત્મા (પુરુષ) છે. જ્ઞાન ચિત્તનો ધર્મ છે જ્યારે દર્શન આત્માનો ધર્મ છે. ચિત્ત જ્ઞાતા છે અને આત્મા દ્રષ્ટા છે. ચિત્તમાં જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, શુભ કર્મ, અશુભ કર્મ અને સંસ્કાર છે;
જ્યારે આત્માને માત્ર દર્શન જ છે. આત્માનું કામ માત્ર દર્શન કરવાનું છે. એકમાત્ર દર્શન જ તેના અસ્તિત્વનો આધાર છે. ચિત્ત પરિણામિનિત્ય અને દેહપરિણામ છે, જ્યારે આત્મા કૂટસ્થનિત્ય અને વિભુ છે. જૈન ચિંતકોએ કૂટનિત્ય અને વિભુ આત્માનો નિષેધ કરી, પરિણામિનિત્ય અને દેહપરિમાણ ચિત્તનો સ્વીકાર કરી, ચિત્તને જ જ્ઞાનની સાથે દર્શનનું પણ ધારક માન્યું. ચિત્ત જ જ્ઞાતા