________________
250
પ્રવીણ સી. શાહ
આમ, નજીકના ભવિષ્યમાં ઉપર જણાવેલી આધુનિક ટેક્નોલોજીઓ, સગવડો વગેરેને કારણે ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોનો ઉપયોગ વધશે તથા ઉપભોક્તાલક્ષી કાર્યક્રમ સેવાઓ આપતાં થશે. આથી આવતી કાલે નજીકના ભવિષ્યમાં નીચેના જેવી વેબ આધારિત ઉપભોક્તાલક્ષી ત્વરિત અને સંવાદિતતારૂપ સેવાઓ/સગવડો ડિજિટલ સ્વરૂપમાં જ્યાં માગે ત્યાં, જે સમયે માંગે ત્યારે, ભૂલ વગર ત્વરિત અને જોઈતા જથ્થામાં વિશ્વસનીય રીતે મળી રહેશે :
(૧) ગ્રંથાલય ઉપભોક્તા પોતાના મોબાઇલ ઇન્ટરનેટ ઉપર કે કયૂટર ઉપર આભાસી રીતે ગ્રંથાલયની અંદર મુલાકાત/પ્રવાસ કરી શકશે અને ગ્રંથાલય અંગેની કોઈ પણ માહિતી જેવી કે વિવિધ પ્રકારના અને વિવિધ માધ્યમોવાળા માહિતીસોતોની માહિતી અને તેની ગોઠવણી, વિવિધ કાર્યક્રમો, ટેકનિકલ સેવાઓ, પ્રલેખો, પ્રકાશન, ગ્રંથાલય સહકાર, વેબસાઇટ, પુસ્તક આરક્ષણ અને અતિદેય, સ્થાનિક ગ્રંથાલયો અંગેની માહિતી વગેરે માહિતીને ગમે તે સ્થળે ત્વરિત મેળવી શકશે.
(૨) આજે વેબ ૨.૦ વેબસાઇટ જેવી કે ફેસબુક, ફિલકર, યુ ટ્યૂબ વગેરે છે. તેનો ઉપયોગ ગ્રંથાલય સેવાઓની જાણકારી માટે થશે. વેબ આધારિત ગ્રંથાલયમાં શિક્ષણ આપવામાં આવશે. આના ઉપર સંસ્થાનાં પ્રકાશનો વીજાણુકીય સ્વરૂપમાં સહેલાઈથી પ્રાપ્ત થશે. ગ્રંથાલયો આજે રિસોર્સ સેન્ટર' તરીકે ઓળખાય છે.
(૩) બ્લોગ દ્વારા નવા નવા માહિતીસ્ત્રોતોની જાહેરાત, અદ્યતન અવબોધન સેવા, નવા નવા માહિતી સ્રોતોના પ્રચાર અને પ્રસાર, સ્થાનિક તથા ગ્રંથાલયના વિવિધ કાર્યક્રમોની માહિતી, માહિતીનું માર્કેટિંગ, ગ્રંથાલય સેવા વિષયક વારંવાર પુછાતા સવાલોના જવાબો, ગ્રંથાલય સેવાઓની માહિતી, ગ્રંથાલયનું મહત્ત્વ સમજાવતાં લખાણો તથા અન્ય ઉપયોગી માહિતી સ્રોતોની લિંક વગેરેથી ઉપભોક્તાઓને જાણકારી આપવામાં આવશે તથા સંશોધન અંગેનાં સૂચનો અપાશે - વગેરેથી ભવિષ્યનાં ગ્રંથાલયો સજ્જ થશે.
(૪) આજ કરતાં ‘ઑપન સોર્સ સૉફ્ટવેર' તથા ઓપન સોર્સ માહિતી સ્રોતોનો ઉપયોગ દિવસે દિવસે વધુ થશે.
(૫) ક્લાઉડ ટેક્નોલોજી વેબ ૨.૦ વગેરેને કારણે, માહિતી પૂરતા, વિશ્વના ભૌતિક સીમાડાઓ ભૂંસાઈ જશે તથા ગ્રંથાલય સેવાઓનો વ્યાપ વધશે તથા મૂલ્યવર્ધિત સેવાઓ આપવામાં આવશે.
(૯) ગ્રંથાલયો એસ.એમ.એસ. દ્વારા ગ્રંથાલયના વિવિધ કાર્યક્રમો, નવા માહિતી સ્રોતો, પ્રલેખ અતિદેય અંગેની, ગ્રંથાલયમાં અમુક પ્રલેખ/સાહિત્યની પ્રાપ્યતા, સ્થાનાંક, સ્થળ વગેરે અંગેની માહિતી ઉપભોક્તાને પહોંચાડશે. આભાસી અનુલય સેવા શક્ય બનશે. વારંવાર પુછાતા સવાલોના જવાબો પણ અપાશે.
(૭) નજીકના ભવિષ્યમાં વિવિધ ‘વેબ સાઇટો પર વિવિધ અભ્યાસક્રમોનું સાહિત્ય હાલ મળે છે તે કરતાં વધુ ઇન્ટરઍક્ટિવ રીતે મળશે. જેથી ગ્રંથાલય ૨.૦નો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત માહિતી/જ્ઞાન મેળવી શકાશે. મુક્ત વિશ્વવિદ્યાલ | મુક્ત શિક્ષણ વધી રહ્યું છે ત્યારે ઓન-લાઇન ગ્રંથાલય આધારિત શિક્ષણ વધશે અને શિક્ષણમાં ખરેખર લોકશાહી આવશે તેથી વ્યક્તિ સ્વ