________________
આવતીકાલનાં ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો
21
પ્રયત્નોથી નિષ્ણાત બનશે.
(૮) હાલ કરતાં વિવિધ પ્રકારનાં ગ્રંથાલયોમાં વિવિધ વિષયોના ગ્રંથાલય કન્સોશિયમ અસ્તિત્વમાં આવશે. આમ સહકાર વધતાં માહિતીસ્રોતોનો મહત્તમ લાભ ઉપભોક્તાને મળશે અને તે વધુ ઉપયોગકર્તા થશે.
(૯) ઉપભોક્તાને જોઈતી ચોક્કસ માહિતી સહેલાઈથી, જે સ્થળે અને જે સ્વરૂપમાં જોઈશે તે રીતે મળતાં માહિતીનો ઉપયોગક્ષેત્રો વધશે. આમ ગ્રંથાલયો દ્વારા માહિતીની બોલબાલા છે તેનું ભવિષ્ય છે. માહિતીના ઉપભોક્તા સમૂહો વધશે. માહિતી સર્વવ્યાપી બનતાં તેના વિવિધ અકલ્પનીય ઉપયોગો સમાજના લોકો કરશે.
(૧૦) ભારતનાં બધાં જ ગ્રંથાલયોનું કમ્યુટરીકરણ થશે અને પ્રલેખોની માહિતી નિવેશ માટે વિવિધ ડેટાબેઇઝમાંથી “કોપી કેટલૉગિંગ કરવાનું કામ સરળ બનશે.
(૧૧) ભારતનાં બધાં જ ગ્રંથાલયો નેટવર્કથી | લિન્ક આપીને જોડાતાં ઉપભોક્તાને જોઈતા પ્રલેખોની નકલો કે માહિતી સ્રોતો અંગેની ચોક્કસ માહિતી સરળતાથી ત્વરિત મળી શકશે જેની અસર શિક્ષણ અને સંશોધન પર પડશે અને ઉપભોક્તાનો સંતોષ વધશે.
(૧૨) વેબ પોર્ટલ દ્વારા ગ્રંથાલય અંગેની રોજબરોજની માહિતી અને સૂચનાઓ ઉપભોક્તાને મળી શકશે.
(૧૩) નજીકના ભવિષ્યમાં નેટવર્કિંગ ઉપર વધારે ભાર મુકાશે જેથી પરિસંવાદો, તાલીમ વગેરે માટે કમ્યુટર કૉન્ફરન્સિંગનો ઉપયોગ વધશે જેથી સમય, ખર્ચ વગેરે બચી જશે.
(૧૪) સ્થાનિક કક્ષાએ કોમ્યુનિટી ઇન્ફર્મેશન સેન્ટર સ્થપાશે, જે સ્થાનિક લોકોને જોઈતી વિવિધ માહિતી/જ્ઞાન પૂરું પાડશે તથા જરૂરી સ્થાનિક ડેટા બેઇઝીઝ તૈયાર કરશે, સરકારી યોજનાઓની માહિતી આપશે. આ કેન્દ્રો One Point Source of Information તરીકે કાર્ય કરીને ઈ-ગવર્નન્સમાં મોટો ફાળો આપશે.
(૧૫) ઈ-બુક્સ રીડર્સ સસ્તાં થઈ રહ્યાં છે તે સંદર્ભમાં વીજાણુકીય પુસ્તકો/સ્ત્રોતોનો ઉપયોગ વધશે. અલબત્ત, હાલના હાર્ડકોપી સ્વરૂપમાં પુસ્તકોનું પ્રકાશન અને ઉપયોગ જરા પણ ઘટવાનાં નથી. ભવિષ્યનાં ગ્રંથાલયો હાઇબ્રિડ હશે.
(૧૬) ગ્રંથાલય સેવાઓનું સઘન માર્કેટિંગ કરવું પડશે અને યોગ્ય ચાર્જ લઈને સેવાઓ આપવાનો અભિગમ સૌએ સ્વીકારવો પડશે. આ આવકનો ઉપયોગ ભવિષ્યમાં આવનારી નવી ટેક્નોલોજીની પ્રાપ્તિ માટે કરાશે.
(૧૭) ATM Booksનો જમાનો આવશે. જરૂરી ઈ-પુસ્તકોની હાર્ડ કોપી ત્વરિત મળી શકશે. પરદેશમાં આની શરૂઆત થઈ ચૂકી છે. ' (૧૮) સમાજમાં સાક્ષરતા અભિયાનમાં ગ્રંથાલયો બહુ જ મોટો ભાગ ભજવશે.