________________
આવતીકાલનાં ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો
29 મોબાઇલ ઇન્ટરનેટ
હાલ ભારતમાં મોબાઇલ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરનારની સંખ્યા ૮૭.૧ મિલિયન છે જે ૨૦૧૫ સુધીમાં ૧૯૪ મિલિયન જેટલી થશે. ભારતમાં “માનવ સંસાધન મંત્રાલય” અત્યારે આકાશ થ્રી' ટેબ્લેટની તૈયારી કરી રહ્યું છે અને યુવાનોમાં મોબાઇલ ઇન્ટરનેટનો અકલ્પનીય ઉપયોગ વધી રહ્યો છે ત્યારે નજીકના ભવિષ્યમાં ગ્રંથાલયો આનો ઉપયોગ કરીને નવી નવી ઓનલાઇન સેવાઓ પોતાના ઉપભોક્તાને આપશે. બ્લોગ :
બ્લોગ એ વેબ બ્લોગનું ટૂંકું નામ છે. તેની સેવાઓ ઇન્ટરનેટ આધારિત છે. હાલ અને ભવિષ્યમાં તાત્કાલિક ઓનલાઇન માહિતી પ્રસારણ અને ઉપભોક્તાના પ્રતિભાવો જાણવા માટે આનો ઉપયોગ વધી રહ્યો છે. બ્લોગ દ્વારા પણ ગ્રંથાલયો નીચે જણાવાયેલમાંથી ઘણીબધી સેવાઓ અને માહિતી તેના ઉપભોક્તાને પહોંચાડીને તેના પ્રતિભાવો જાણી શકશે. બ્લોગ એ માહિતી પૂરી પાડનાર પણ છે અને ઉપભોક્તા પણ છે. ગ્રંથાલય પૉર્ટલ :
ગ્રંથાલયના ઈ-સ્વરૂપના સ્ત્રોતોનો ઉપભોક્તા ઉપયોગ કરી શકે તે માટે ગ્રંથાલય પૉર્ટલ એ ઘણું વિશ્વસનીય સાધન છે. તેનું મહત્ત્વ વધી રહ્યું છે. વેબ ૧.૦, વેબ ૨.૦ અને ગ્રંથાલય ૨.૦ઃ
વેબ ૧.૦માં ઉપયોગકર્તા માટે સંવાદ કરવો શક્ય નથી. આજે ભારતમાં મોટા ભાગનાં ગ્રંથાલયો આ કક્ષામાં છે. જ્યારે વિકસિત દેશો વેબ ૨.૦ ગ્રંથાલય ૨.૦ કક્ષામાં છે. પરંતુ પ્રત્યાયન ટેકનૉલોજી ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારોને કારણે ઉપભોક્તા માટે વર્ચ્યુઅલ (આભાસી) રીતે માહિતીનું . આદાન-પ્રધાન (વાંચવું અને પ્રતિભાવ આપવો) શક્ય બન્યું છે. આમ વેબની દુનિયાનું આ નવું
સ્વરૂપ એ વેબ ૨.૦ છે. વેબ ૨.૦માં બ્લોઝ, સામાજિક નેટવર્કિંગ, વિકિઝ, ત્વરિત સંદેશાવાહન વગેરે સવલતોનો સમાવેશ થાય છે. વેબ ૨.૦ની એપ્લિકેશન્સ ભવિષ્યમાં ગ્રંથાલયોને બહુમુખી સેવાઓ આપતાં બનાવશે અને વ્યક્તિગત સેવાઓ આપતાં થશે. વેબ ૨.૦ + ગ્રંથાલય = ગ્રંથાલય ૨.૦ છે. આવતી કાલનાં ગ્રંથાલયોમાં ગ્રંથાલય ૨.૦ને કારણે ઉપભોક્તા વધશે જ; ઉપરાંત ઉપભોક્તાને જરૂરી માહિતી ત્વરિત મળી શકશે. ભવિષ્યમાં વેબ ૩.૦ પણ આવી રહ્યું છે જે wwwનું ભવિષ્ય છે. સિમેન્ટિંગ વેબ ?
ઇન્ટરનેટ એ માહિતીનો અવર્ગીકૃત ઢગલો છે. તેમાંથી જે તે અર્થમાં કે અર્થપૂર્ણ સંદર્ભમાં જોઈતી ચોક્કસ માહિતી મેળવવી અતિ મુશ્કેલ અને સમય લેતી છે. પરંતુ ઇન્ટરનેટ ઉપરથી ચોક્કસ સંદર્ભમાં અને ચોક્કસ અર્થમાં અર્થપૂર્ણ સંબંધ ધરાવતી માહિતી મેળવવા માટે “સિમેન્ટિંગ વેબ” પદ્ધતિ અમલમાં આવી રહી છે. આ માટે ભારતમાં અને અન્ય દેશોમાં સંશોધન પ્રોજેક્ટો “ગુગલની સહાયથી કાર્યાન્વિત છે.